દ્વારકા : ટુપણી ગામે આહીર જૂથ વચ્ચે થયેલ અથડામણની સામસામે ફરિયાદ, રસ્તાના કારણે મારામારી

0
791

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ટુપણી ગામે મંગળવારે બપોરે આહીર જૂથ વચ્ચે થયેલ સસ્ત્ર જૂથ અથડામણની સામસામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં વાડી વિસ્તારનો રસ્તો કારણભૂત બન્યો હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષે રાયોટીંગ સહિત ફરિયાદ નોંધાઈ છે.

દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના ટુપણી ગામે ગઈ કાલે બપોરે આહીરના માડમ પરિવારના બે જૂથ વચ્ચે શાસ્ત્ર મારામારી થઇ હતી. આ બનાવ અંગે કથારા વાડી વિસ્તારમાં રહેતા રણમલભાઈ લાખાભાઈ માડમએ વિક્રમ રાણા માડમ, વિક્રમના કાકા, અરજણ સવદાસ માડમ, તેના પુત્ર, રામભાઈ અરજણભાઈ માડમ, કારુ સિદા માડમ, આલા નાથાભાઈ માડમ, હેમત નાથાભાઈ માડમ, સંજય રૂઘાભાઈ માડમ, દવુ કારુભાઈ માડમ, મારખી અરશીભાઈ વરવારીયા સામે મારામારી, રાયોટીંગ અને ધાકધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં આ સખ્સોએ લાકડી, લોખંડના પાઈપ, ખપારી અને લાકડાના ધોકા વડે હુમલો કરી રણમલભાઈ અને રામસીભાઈને માથાના ભાગે અને અન્યને શરીરના ભાગે ઈજાઓ પહોચાડી હોવાનો આરોપ લગાવાયો છે.

જયારે સામા પક્ષે સંજય માડમે પણ રામશી લાખા માડમ, હમીર વેજાનંદ માડમ, પરબત રણમલ માડમ,  હરદાસ રણમલ માડમ, એભા સાજન માડમ, દેવા મેરામણ માડમ, રામદે રામશી  માડમ, રણમલ લાખા માડમ સામે મારામારી, રાયોટીંગ અને ધાકધમકી આપવા સબબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓએ લાકડી, લોખંડના પાઈપ અને ધારિયા વડે હુમલો કરી પોતાને તથા વિક્રમભાઈ  સહિતનાઓને માર મારી ઈજા પહોચાડ્યાની ફરિયાદ નોંધાવી હતી. બાજુ બાજુમાં આવેલ વાડીએ જવા માટે એક જ રસ્તો છે  જેને લઈને કેટલાય સમયથી બંને પક્ષે મનદુઃખ ચાલતું હતું. વાડીએ જવા આવવા માટેના એક જ રસ્તાને લઈને ચાલતા મનદુઃખ વચ્ચે ગઈ કાલે બંને પક્ષે મારામારી થઇ હોવાની વિગતો ફરિયાદમાં જાહેર થઇ છે. આ બનાવ અંગે દ્વારકા પીએસઆઈ જીજે ઝાલા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

NO COMMENTS