દ્વારકા : ખંભાળિયામાં વાદળ ફાટ્યું, બે કલાકમાં બાર ઈચ વરસાદ, જળબંબાકાર

0
3596

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો છે. આજે ત્રીજા દિવસે ખંભાલીયામાં મેઘરાજાએ ભુક્કા કાઢી નાખી સાંજે છ થી આઠ વાગ્યા સુધીમાં સાડા બાર ઇંચ વરસાદ વર્ષી જતા જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જયારે દિવસ દરમિયાન અઢાર ઇંચ વરસાદ વર્ષી ગયો હોવાના સમાચાર છે. ખંભાલીયા  બીજી તરફ કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. તો દરિયાઈ પટ્ટીમાં વાવાજોડાની આગાહી કરવામાં આવતા એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે. જીલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લા પર વરુણદેવે અનરાધાર કૃપા વરસાવી છે. એમાય ખંભાલીયા અને કલ્યાણપુર પંથકમાં તો રીત સરના મોહાય ગયા હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી લગાતાર વારી ગયા છે. ભાણવડ પંથકમાં પણ વર્ષારાણી એટલા જ વારી ગયા છે. આજે જીલ્લાના વડા મથક ખંભાલીયા ખાતે રાતના આઠ વાગ્યા સુધી સોળ ઇંચ જેટલો ધીંગો વરસાદ વરસી જતા  ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈને શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રામનાથ વિસ્તારમાં એક ઝાડ ધરાસાઈ થઇ ગયું હતું અને નીચાણ વાળા ઘરોમાં પાણી ઘૂસ ગયા હતા. નવાપરા વિસ્તારમાં ચમારવાસમાં અનેક ઘરમાં વરસાદ પાણી ઘુસી ગયું હતું. તેમજ ધોરી માર્ગ પર આવેલ દલવાડી હોટેલ પાસે જે બ્રીજની કામગીરી ચાલુ છે તે રસ્તો ધોવાઇ જતા બંને તરફ ટ્રાફિક જામ થઇ ગયો હતો. જે લઈને બંને તરફનો ટ્રાફિક જામ થઇ ગયો હતો. ટ્રાફિક પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવા કામગીરી કરી હતી. તો ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના પગલે નદીનાળા બેકાઠે થયા હતા. આવી જ રીતે કલ્યાણપુરમાં પણ ચાર ઇંચ કૃપા વર્ષી હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે દ્વારકામાં પોણો ઇંચ અને ભાણવડમાં પોણા બે ઇંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ દરિયાયી પટ્ટીમાં ભારે પવન ફૂકાવાની આગાહી વચ્ચે ઓખા, સલાયા અને વાડીનાર સહિતના બંદરમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here