
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચરકલા રોડ પર રોંગ સાઈડમાં આવતા ટ્રકે મોટરસાયકલને ઠોકર મારી ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો . આ અકસ્માતમાં રણજીતપુર ગામના મોટરસાયકલ સવાર દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા ખંભાળીયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર બાદ બંનેના મૃત્યુ નીપજતા આહીર પરિવાર સહિત જિલ્લાભરમાં શોક છવાયો છે. કલ્યાણપુર પોલીસે રોંગ સાઈડમાં પૂર ઝડપે આવેલા અને ગમખ્વાર અકસ્માત નિપજાવેલા ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધ છે જોકે અકસ્માત નીપજાવી ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપર (નવા ગામ) પાસે બે દિવસ પૂર્વે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો લીંબડી ચરકલા દ્વારકા હાઇવે રોડ પર મઢુલી હોટલ નજીક દ્વારકા તરફથી રોંગ સાઈડમાં આવી રહેલ જીજે 12 એયુ 5867 નંબરના ટ્રકના ચાલકે સામેથી આવી રહેલ મોટરસાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ પરથી ફંગોળાઈ ગયેલ નવાગામના દંપતી જેઠાભાઇ ધનાભાઈ સુવા ઉવ 54 અને તેમના પત્ની હેમીબેન ઉવ 52 ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

દરમિયાન બંને ઇજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક ખાનગી વાહનમાં ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જેઠાભાઈને ચકાસી તબીબો એ મૃત જાહેર કર્યા હતા. જ્યારે વધુ ગંભીર ઇજાને લઈને ભેનીબેનને ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર વખતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી તબીબોએ જામનગર લઈ જવાની સલાહ આપી હતી. જેને લઈને તેના સંબંધીઓ જામનગર રવાના થયા હતા પરંતુ અર્ધ રસ્તે જ હેમિબેનનું પણ મૃત્યુ નીપજ્યું હતું.

એક સાથે એકદમ પતિના નીચેના મૃત્યુને લઈને પરિવારમાં શોકનું છવાઈ ગયુ છે. કોઈ પ્રસંગમાં સહભાગી બન્યા બાદ દંપતી પોતાના મોટરસાયકલ સાથે પરત રણજીતપર ગામે આવતા હતા ત્યારે કાળમુખા ટ્રકનો અકસ્માતનો ભોગ બની ગયા હતા. આ બનાવ અંગે મૃતક જેઠાભાઈના પુત્ર મહેશ એ અકસ્માત નિપજાવી નાસી ગયેલ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરી છે.