દેવભૂમિ દ્વારકા: 1962 ચીન સામે યુદ્ધમાં 1300થી વધારે ચીનના સૈનિકોને મોતને ઘાટ ઉતારીને 114 વીર આહીર સૈનિકો દેશ માટે વીરગતિ પામ્યા હતાં. આ વીર આહીર સૈનિકોની યાદમાં તેમને શ્રધ્ધાંજલી આપવા દેશમાં પ્રથમ વખત આહીર સેના ગુજરાત દ્વારા દ્વારકાધીશ જગતમંદિર મંદિર ખાતે તારીખ 18/11/2023ના શનિવાર લાભ પાંચમના શુભદિવસે ભગવાન શ્રી દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર ધ્વજા આરોહણ કરવામાં આવશે.
સન 1962માં ચીના સાથેના યુધ્ધમાં રેજાગલામાં વીર શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી દેશભૂમિની રક્ષા કરી હતી. તેથી વિર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને આહીર સેનાના યુવાનોને પ્રોત્સાહિત કરવા આહીર સેના ગુજરાત દ્વારા શૌર્ય દિવસે તારીખ 18/11/2023 શનિવારે લાભ પાંચમે અખીલ ભારતીય આહીર સમાજ, ચરકલા રોડ દ્રારકા ખાતે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત સવારે 10.30 કલાકે કુરંગા ગામ ટોલનાકાથી આહીર સમાજ દ્વારકા સુધી કાર રેલી યોજાશે. બપોરે 1.00 વાગ્યે મહાપ્રસાદ અને 2 વાગ્યે ધ્વજાજીનું પૂજન કરાશે.
આહીર સમાજ વાડાથી દ્વારકાધીશ જગતમંદિર જાજીને લઈ જઈ ધ્વજારોહણ કરવામાં આવશ. સાંજે 7.00 કલાકે ફરી મહાપ્રસાદ બાદ એક્સ આર્મીમનો તથા પત્રકારોનું સન્માન કરવામાં આવશે તેમજ શૌર્ય દિવસ નિર્મિત કેન્ડલ પ્રજ્વલિત કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જ આહીર સેનાની જીલ્લા તાલુકાની ટીમોની જાહેરાત તથા નિમણૂક પત્રો એનાયત કરાશે.
રાત્રે 9.00 શોર્ય દિવસે ભવ્ય લોકડાયરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક સાહીત્યકાર રાજુભાઇ આહીર, રવીભાઈ આહીર, સુભાષભાઇ જળુ, લોક ગાયિકા ખુશીબેન આહીર, એન્કર મેકસ આહીર દ્વારા શોર્યરસને અદ્ભુત રીતે પ્રસ્તુત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જાહેર જનતાને લાભ લેવા આહીર સેના ગુજરાતના પ્રતિનિધી રામુભાઈ ગોજીયાની યાદીમાં જણાવાયુ છે.