જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસમાં મીઠાપુર પોલીસ દફતરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મોડાસાથી ગમ થયા હોવાની પોલીસ દફતરે તેમની જ પોલીસકર્મી પત્નીએ ગુમ નોંધ લખાવી છે.
અરવલ્લી જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા શિલ્પાબા ઝાલાએ પોતાના પતિ ગમ થયાની લખાવેલ ગુમ નોંધ અક્ષરસહ આ મુજબ છે.
મારૂ નામ શિલ્પાબા કનુસિંહ ઝાલા વા ધંધો નોકરી રહે.જલારામપા કેસોસાયટી,
મોડાસા તા.મોડાસા જી. અરવલ્લી મૂળ રહે મુનપુર તા. હિમતનગર, સાબરકાંઠા
હું રૂબરૂમાં આવી મારી જાહેરાત હકીકત લખાવું છુ કે હુ ઉપરના બતાવેલ હાલના ઠેકાણે રહુ છુ અને હાલમાં છેલ્લા ૧૦ વર્ષથી પોલીસ ખાતામાં નોકરી કરે છે અને મારા પતિ રવિરાજસિંહ ઝાલા નાઓ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મીઠાપુર પોલીસમાં ફરજ બજાવતાં હોઇ હુ મોડાસા ખાતે રહુ છું ગઈ તા.૯/૯/૨૧ ના રોજ મારી તબિયત સારી ન હોવાથી મારા પતિ રવિરાજસિંહ ઝાલા દેવભૂમિ ધ્વારકા જીલ્લામાં મીઠાપુર પોલીસમાં ફરજ બજાવતા હોઈ અને રજા ઉપર અઠવાડીયાથી મોડાસા ખાતે આવેલા હતા. મારી તબીયત સારી ન હોવાથી અમોને આવકાર હોસ્પિટલમાં સારવાર કરાવી અમારા ઘરે આવેલા હતા અને ત્યારબાદ મારા પતિ રવિરાજસિંહ અમોને કહેલ કે હું સહયોગ ચોકડી ઉપરથી વડાપાઉ લઇને આવુ છુ તેમ કહીને ચાલતાં ઘરે થી નીકળી ગયેલ હતા. ત્યારબાદ સમય વધારે થઇ જતાં મે ફોન કરેલ પરંતુ મારા પતિ રવિરાજનો ફોન બંધ આવતાં મે બાજુબાજુ તપાસ કરતાં કયાંય મારા પતિ મળ્યા ન હતા. જેથી મેં મારા સગા સંબંધી તથા મારી સાસરીમાં ફોનથી જાણ કરેલ તેમ છતાં પણ મારાપતિ રવિરાજસિહની કોઇ ભાળ મળેલ ન હોઈ અને આજ દીન સુધી તપાસ કરતાં મળી આવેલ ન હોઇ અને તેમજ આજદીન સુધી કોઇ ભાળ પત્તો મળી આવેલ ન હોઇ ગુમ થયેલ હોઇ હુ આજરોજ અત્રે પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત આપવા આવેલ છુ. આ મારા પતિ રવિરાજસિંહ જલારામપાક સૌસાયટીમાંથી નીકળેલ તે વખતે તેમણે કેશરી કલરની ટીશર્ટ તથા બ્લ્યુ કલરનું પેન્ટ પહેરેલ હતું આ મારા પતિ રવિરાજસિંહ ઘઉવર્ણના,મધ્યમ બાંધાની જેની ઉંચાઇ આશરે છ કુટની છે. તેમજ તેઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષા જાણે છે. અને મારા પતિ રવિરાજસિંહ ઝાલા ના ઓ ધ્વારકા જીલ્લામાં મીઠાપુર પોલીસમાં ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.જેથી મારા પતિ રવિરાજસિહ ઝાલા ઉ વ ૩૬ નાઓ જલારામપાર્ક સોસાયટી મોડાસા મુકામેથી કોઇને કંઇ કહ્યા વગર નીકળી જઇ ગુમ થયેલ હોઇ આ બાબતે કાયદેસર તપાસ થવા મારી જાહેરાત છે. મારા સાહેદો મારી જાહેરાતમાં જણાવેલ માણસો તથા તપાસમાં મળી આવે તે વિગેરે છે.