કૃષિ મંત્રીના ગામમાં જ ટેકાની ખરીદ પ્રક્રિયાનો ફિયાસકો, કેમ ? જાણો

0
699

જામનગર સહિત રાજ્યભરના માર્કેટયાર્ડમાં આજથી રૂા.1110ના ટેકાના ભાવથી મગફળીની ખરીદીનો રાજ્ય સરકારે પ્રારંભ કર્યો છે. જામનગર યાર્ડમાં ખેડૂતોએ આજે પ્રથમ દિવસે મગફળીને ટેકો આપવામાં ઉત્સાહ દેખાડ્યો ન હતો.

જામનગર માર્કેટ યાર્ડ ખાતે આજે સવારે 10 વાગ્યાથી રૂા.1110ના ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કૃષિમંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલના હસ્તે કરાયો હતો. આજે સવારે મગફળી વેચવા માટે 100 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતાં પરંતુ કાર્યક્રમ શરૂ થયો ત્યાં સુધીમાં માત્ર પાંચ જ ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતાં. ટેકાના ભાવ કરતા ખુલ્લા બજાર અને હરરાજીમાં વધુ ભાવ મળતા હોવાથી ખેડૂતો મગફળીને ટેકો આપવા માટે ઉત્સાહિત જણાયા ન હતાં. આ ઉપરાંત ખેડૂતોની ઓછી હાજરી માટે તેઓને તંત્ર દ્વારા મોડી જાણ કરવામાં આવી હોવાનું કારણ પણ જવાબદાર ગણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here