જામનગર: શહેરના બસ સ્ટેશન સામે ગેસ્ટ હાઉસ ચલાવતા એક વેપારી પર હુમલો કરી શિવ શક્તિ ટ્રાવેલ્સ વાળા દીવુભાએ પાવડાના હાથ વડે હુમલો કરી હાથ અને પગના ભાગે ફેકચર સહિતની ઈજાઓ પહોચાડી વેપારીને જાતી પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ દાખલ થઇ છે. આઈડી પ્રૂફ ન હોવાથી આરોપીના સગાને રૂમ નહિ આપતા મારામારી કરી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.
જામનગરમાં ખોડીયાર કોલોની સામે, સોનલનગરમાં રહેતા અને એસ.ટી.ડેપો સામે, શિવમ કોમ્પલેશ પહેલા, ડો. મશરુના દવાખાના સામે ભાડેથી ચંદ્રમૌલી નામનું ગેસ્ટ હાઉસ ચલાવતા વેપારી જીવરાજભાઇ રાણાભાઇ ચાવડા ઉ.વ.૩૯ પર હુમલો થયો છે. શિવ શક્તિ ટ્રાવેલ્સ વાળા દીવુભા સુખુભા જાડેજા રહે જામનગર વાળાએ ગત તા. 4/4/ના રોજ રાત્રે સાડા અગ્યારેક વાગ્યે જીવરાજભાઈ બસસ્ટેશન પાસે જમીને પોતાના ગેસ્ટ હાઉસ ઉપર જઈ રહ્યા હતા.
ત્યારે ડો મસરૂના દવાખાના પાસે આરોપી પાવડાના હાથા સામે મળી ગયો હતો. આરોપી લાકડાના પાવડાનો હાથો લઇ આવી, ભુંડી ગાળો આપી જાતી પ્રત્યે હડધુત કરી, લાકડાના હાથા વડે શરીરે આડેધડ મારમારી, જમાણા હાથમા કોણીથી નીચે બે ફેક્ચર તથા અંગુઠા તથા પહેલી આંગળી વચ્ચે બે ટાંકા તથા જમાણા પગમા ગોઠળથી નીચે બે ફેકચરની ઇજા પહોચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયો હતો. આ બનાવ બાદ યુવાને જીજી હોસ્પિટલમાં સારવાર લઇ આરોપી સામે સીટી એ ડીવીજન પોલીસમાં આઈપીસી કલમ ૩૨૬,૩૨૪,૫૦૪,૫૦૬(૨) તથા એટ્રોસીટી એક્ટ મુજબ ની કલમ ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી.
જેમાં ઘટનાના દિવસે ચંદ્રમોલી ગેસ્ટ હાઉસમા આરોપી દીવુભા તેમના સગાને લઈને રુમ ભાડે રખાવવા માટે ગેસ્ટ હાઉસ ગયા હતા. જો કે તેઓના સગા પાસે કોઈ આઇ.ડી પ્રુફ ના હોવાથી જીવરાજભાઈએ રુમ આપ્યો ન હતો. જેનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની ફરિયાદના આધારે નાયબ પોલીસ અધીક્ષક અને તેની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.