ફાર્માસિસ્ટ મહિલાના છુટા છેડા કરાવી PSIએ કર્યું આવું, થઈ ગયા ઘર ભેગા, આવો છે બનાવ

0
1283

જામનગર : વડોદરા શહેરટ્રાફિકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ઉમેશ રામસિંગ નલવાયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દાહોદ તાલુકાની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની તેની સામે ફરિયાદ નોંધાતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


વડોદરા શહેર ટ્રાફિકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ઉમેશ રામસિંગ નલવાયા સામે ગુનો નોંધાતા તેમને સસ્પેન્ડ કરી દેવાયો છે.વર્ષ ૨૦૧૬માં તેણે દાહોદ તાલુકાની ફાર્માસીસ્ટ તરીકે નોકરી કરતી પરણિત યુવતિને તેના પતિ સાથે છૂટાછેડા લેવડાવી લગ્ન રજિસ્ટર્ડ કરાવ્યા હતા અને ત્યારબાદ તેનું અપહરણ કર્યું હતું. બાદમાં પરણીતાને ફાર્મ હાઉસ અને મકાનમાં ગોંધી રાખી હતી અને તે ગુન્હામાં પીએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારી સામે ભરવામાં આવેલ પગલાંને લઈને બરોડા શહેર-જિલ્લા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here