ધ્રોલ: ખેડૂત પાસબુક એન્ટ્રી કરાવતા હતા ત્યાં ગઠિયો ખિસ્સું હળવું કરી ગયો

0
925

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માનસર ગામ (જાણીયા માનસર) ખાતે રહેતા એક વૃદ્ધ ખેડૂતને તાલુકા મથકે ભટકી ગયેલ ગઠિયો રૂપિયા અડધા લાખની કળા કરી ગયો છે. વડીએ ઓરડી બનાવવા માટે એક લાખ રૂપિયા બેન્કમાંથી ઉપાડી વૃદ્ધ પાસબુકમાં એન્ટ્રી કરાવતા હતા ત્યારે સમયનો લાભ લઇ ગઠિયો 50 હજાર રૂપિયાનું એક બંડલ ખિસ્સામાંથી કાઢી નાશી ગયો હતો. સપ્તાહ પૂર્વે થયેલ ચોરી અંગે પોલીસે તપાસ કરી ગઠિયાનું પગેરું મેળવી લીધું હોવાની વિગતો જાણવા મળી છે. જો કે પોલીસે સત્તાવાર જાહેર કર્યું નથી.

ધ્રોલ તાલુકાના માનસર (જાણીયા માનસર) ગામે રહેતા પ્રેમજીભાઇ જેરામભાઇ રામોલીયા નામના 66 વર્ષીય ખેડૂત ગત તા. ૨૪/૦૩/૨૦૨૩ના સવારના સાડા દશેક વાગ્યે તાલુકા મથક ધ્રોલ આવ્યા હતા. પોતાની વાડીએ ઓરડી બનાવવી હોવાથી વૃદ્ધ ધ્રોલમાં રોયલ ગ્રીન સોસાયટીમાં આવેલ બેન્ક ઓફ બરોડા બ્રાન્ચ પર જઇ રૂપિયા 50 હજાર ઉપડ્યા હતા. રૂપિયા ઉપાડી વૃદ્ધ બેંકની બાજુમાં બાજુમાં આવેલ બેન્ક ઓફ બરોડાના જ એ.ટી.એમ. ખાતે પાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયા હતા. જ્યાં એન્ટ્રી કરાવી વૃદ્ધ પરત ગામડે ગયા હતા જ્યાં પોતાના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા ત્યારે ખબર પડી કે ખિસ્સામાં નાખેલ રૂપિયા 50 હજારના બે બંડલ પૈકી એક બંડલ ગાયબ હતું.

જેને લઈને ખેડૂત ઘાંઘા બની ગયા હતા. ખેડૂત જ્યારે પાસ બુકમાં એન્ટ્રી કરાવવા ગયા ત્યારે એક શખ્સ તેઓની આજુબાજુ આંટા ફેરા કરતો હતો. આ શખ્સ જ ખિસ્સામાંથી રૂપિયા કાઢી ગયો હોવાની શંકા સાથે ખેડૂતે ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને એ એસઆઈ વી ડી રાવલિયા સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેઝ કબ્જે કર્યા હતા. જેમાં એક શખ્સની શંકાસ્પદ હિલચાલ સામે આવી હતી. દરમિયાન પોલીસે આ શખ્સની ઓળખ મેળવી તપાસ શરૂ કરી હતી. પોલીસ આ ગઠિયા નજીક પહોંચી ગઈ હોવાની વિગતો જાણવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here