ધ્રોલ: મીટર ઉતારવા ગયેલ બાબુઓ સાથે બંધુઓએ કર્યું આવું

0
2597

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે અડધા લાખનું બીલ નહિ ભરતા વીજ કંપનીએ કનેક્શન કાપી નાખી ગ્રાહકનું વીજ મીટર કબજે કરવા જતા ગ્રાહકે ઉસ્કેરાઈ જઈ વીજ કર્મચારીઓ સાથે જીભાજોડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જેને લઈને મીટર લેવા ગયેલ વીજ ટુકડી મીટર વિના જ પરત ફરી હતી. પોલીસે ગ્રાહક સામે ફરજમાં રુકાવટની ફરિયાદ દાખલ કરી છે.

વીજ કર્મચારીએ વીજ બીલ નહિ ભરતા ગ્રાહકો માટે જાહેરમાં ‘રસિયો રૂપાળો બીલ ભરતો નથી’ના લેરિક સાથે જે ગીત ગયું તે રાજ્ય ભરમાં વાયરલ બન્યું, બીજી તરફ આઘાતનો પ્રત્યાઘાત સામે આવતા ઠેર ઠેરથી ખેડૂતોએ પોતાની સૈલીમાં આ વીજ કર્મચારી અને વીજ કંપનીને આડે હાથ લઇ વીજ બીલ કેમ ભરવું? એનો સણસણતો જવાબ આપ્યો હતો. આ ટ્રેન્ડ હજુ ચાલી રહ્યો છે. ત્યાં ધ્રોલ ખાતે વીજ કર્મીઓ અને ગ્રાહક વચ્ચે થયેલ ગજગ્રાહની ઘટના સામે આવી છે જેની વિગત મુજબ, છેલ્લા ત્રણ માસથી અહીની વીજ કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઈજનેર રાકેશ ઠકરાર અને તેની ટીમ ગઈ કાલે તા.૨૧/૦૩/૨૦૨૩નાર રોજ બપોરે સાડા બારેક વાગ્યે જોડીયા-રાજકોટ રોડ, જૈન બોડીંગ લાલજીભાઇ કારાભાઇ પઢીયારના રહેણાંક મકાને પહોચ્યા હતા.  મકાન માલિક કાનજીભાઈ લાલજીભાઈએ છેલ્લા એક વર્ષની રૂપિયા ૫૦ હજાર ઉપરાંતનું બીલ નહી ભરતા વીજ તંત્ર દ્વારા તેમનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. પણ ગઈ કાલે ગયેલ ટીમ દ્વારા આ ગ્રાહકનું વીજ મીટર કબજે લેવા કાર્યવાહી શરુ કરી હતી.

વીજ ટુકડીએ આરોપી લાલજીભાઈના રહેણાંકે વિજ કનેકશન કાપવા માટે અને વિજમીટર જમા લેવાની કાયદેસરની કાર્યવાહી શરુ કરી ત્યાં જ આરોપી કાનજીભાઈ લાલજીભાઈ અને ગોવિંદભાઈ લાલજીભાઈએ હાથમાં લાકડી ધારણ કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી તેમજ એટ્રોસીટીની ખોટી ફરીયાદ કરવાની ધમકી આપી હતી.

NO COMMENTS