ધ્રોલ: તો હત્યા પ્રકરણના આરોપીઓને ભાગેડુ જાહેર કરશે કોર્ટ

0
741

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના આઇપીસી કલમ ૩૦૨,૧૨૦(બી) તથા આર્મ્સ એકટ ૨૫(૧-બી)એ, ૨૯ના આરોપીઓ અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનોપસિંહ ઉર્ફે અનીલ વિસુભા ઉર્ફે વિજયસિંહ સોઢા ઉ.વ.૩૨ રહે.ખોડીયાર કૃપા માટેલ ચોક, ક્રિષ્નાપાર્ક શે.નં.ર રામેશ્વરનગર જામનગર મુળ ગામ-ડાભુંડા તા.રાપર જી.કચ્છ ભુજ, મુસ્તાક રફીકભાઇ પઠાણ ઉ.વ.૨૪ રહે.ભગવતીપરા જય પ્રકાશનગર શે.નં.૩ શુભસાગર હોલની સામે, રાજકોટ મુળ રહે-કામરેજ કઠોર ડો.અહેમુલ્લા હાઈસ્કુલ દાદા નગર,રોશન પાર્ક,સુરત તથા અજીતભાઇ વીરપાલસિંગ ઠાકુર ઉવ.૩૫ રહે. ધુકડીયા મહોલા, ગુલાબસીંગ કા નગલા, વોર્ડ નંબર-૩૦, ગુલાબસીંગ પબ્લીક સ્કુલની બાજુમાં, પલવલ હરિયાણા અને મૂળ ઉત્તરપ્રદેશના આરોપીઓ સામે સેશન્સ કોર્ટ જામનગરમા ટ્રાયલ ચાલુ છે.

જે કેસમા આરોપીઓ વચગાળાના જામીન પર મુકત થયેલ હોય અને આ રજા પૂર્ણ થતા જેલ ખાતે પરત હાજર થયેલ ન હોય અને નાસતા-ફરતા હોવાથી આરોપીઓને ૩૦ દીવસમાં હાજર થવા એડીશ્નલ સેસન્સ જજ શ્રી એમ.આર.ચૌધરીએ હાજર થવા હુકમ કરેલ છે. જો તેઓ હાજર નહિ થાય તો આરોપીઓને ભાગેડુ જાહેર કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામા આવશે. તેમ ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here