જામનગર: જીલ્લામાં લોકસભાની ચુંટણીના પ્રચાર દરમ્યાન ધ્રોલ તાલુકાના લતિપુર અને હમાપર ગામે ભાજપના ઉમેદવાર પુનમબેન માડમની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતુ જેમા ખારવા જીલ્લા પંચાયત હેઠળ આવતા ૨૩ ગામોના આગેવાનો વિવિધ સમાજના નાગરીકો દ્વારા ભાજપના ઉમેદવારનું ભવ્ય સન્માન કરીને સ્વાગત કરીને એક તરફી મતદાર કરવાની ખાત્રી આપવામાં આવી હતી.
આ જંગી જાહેર સભામાં ભાજપના ઉમેદવાર પુનમબેન માડમે કોગ્રેસ પર આકરા પ્રહારો કરીને જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ ચુંટણી સમયે જ દેખાય છે, અને પ્રજાલક્ષી કામો કરવાની જરાય રસ નથી તે સહીતના મુદે આકરા શબ્દોમાં કોંગ્રેસની જાટકણી કાઢી હતી અને વિશ્વભરની નજર ભારતની ચુંટણી પર હોય ત્યારે સતત ત્રીજી ટર્મ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ ઈતિહાસ રચવાનો છે, તેમા ધ્રોલ તાલુકો પણ સહભાગી બનીને વિકાસશીલ રાષ્ટ્ર, સુરક્ષીત રાષ્ટ સહીતના મામલે રાષ્ટ્રહિતમાં ભાજપની તરફેણમાં અપીલ કરીને જામનગર જીલ્લામાંથી વધુ એક વાર કમળને દિલ્હી મોકલવા માટે પુનમબેન માડમએ અનુરોધ કરતા એક સુરે સભામાં ઉપસ્થિતી જનમેદનીએ વધાવી લઈને ભાજપને સમર્થન આપવામાં આવ્યુ હતુ.
આ જંગી જાહેર સભામાં ભાજપના ઉમેદવાર પુનમબેન માડમનું હમાપર ગામના આહીર સમાજથી માંડીને ૨૩ ગામોમાંથી પધારેલા વિવિધ સમાજના આગેવાનો વગેરે દ્વારા અદકેરુ સન્માન કરવામાં આવ્યુ હતુ, આ સભામાં ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, મહામંત્રી અભિષેશભાઈ પટવા, લોકસભા બેઠકમાં પ્રભારી ભાનુભાઈ મહેતા સહિતના આગેવાનો દ્વારા સભાને સંબોધીને ભાજપએ કરેલ વિકાસના કામોના આધારે મત માંગવા થઈ રહયા છે જયારે કોંગ્રેસ પાસે કોઈ મુદો ન હોવાથી લોકોને ભડકાવીને પોતાના રાજકીય રોટલા સેકવાની રાજનીતીથી સંજાગ થવા માટે જણાવવામાં આવ્યુ હતુ.
ધ્રોલ તાલુકાના હમાપર અને લતિપુર જીલ્લા પંચાયત બેઠક ઉપર યોજાયેલ જાહેર સભામાં ધ્રોલ તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ રાજભા જાડેજા, જીલ્લા પંચાયત સદસ્ય લખધીરસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ પતિ પોલુભા જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપ યુવા મોરચના પ્રમુખ ક્રીપાલસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા પંચાયતના સદસ્ય મહેન્દ્રસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપના પુર્વ મહામંત્રી બ્રીજરાજસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા, મહેન્દ્રભાઈ રાઘવજીભાઈ પટેલ, રસીકભાઈ ભંડેરી, તમામ સમાજ ના આગેવાનો સહીતના આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો આ સભામાં ઉપસ્થિત રહયા હતા.