ધ્રોલ : પતિનો ધંધો નબળો પડ્યોને પત્ની ચિંતામાં આવી, પછી થયું આવું..

0
643

જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુંકા મથકે એક પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. એમ્બ્રોડરીનો ધંધો કરતા પતિનો ધંધો મંદ પડી જતા તેનીએ ચિંતાગ્રસ્ત હાલતમાં આવું પગલું  ભરી લીધું હોવાનું જાહેર થયું છે.

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે આત્મહત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ, મોચી બજાર ભાદરવાણી શેરીમાં રહેતા ભાવનાબેન રાજેશભાઇ લક્મણભાઇ વાજરા ઉવ ૫૦ નામના મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સર્વ્વાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતકના પતીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં તેણીના પતીનો એમ્બ્રોડરીનો ધંધો છેલ્લા ચાર માસથી નબળો ચાલતો હતો. જેને લઈને તેણીની સતત ચિંતામાં રહેતા હતા. આ માનસીક તનાવ વચ્ચે પોતાની મેળે દવા પી આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here