અરેરાટી: ધ્રોલ પંથકમાં ખેડૂતે કર્યો આપઘાત

0
474

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામે એક ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. સતત આર્થિક સંકડામણ અને પુત્રની અપંગતાને દુઃખને લઇને ખેડૂતે પોતાની વાડીના શેઢે દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

જામનગર જિલ્લામાં ખેડૂતોનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની વિગત મુજબ તાલુકાના હજામચોરા ગામે રહેતા 65 વર્ષીય ખેડૂત રવજીભાઈ રાસમીયાએ પોતાની વાડીના શેઢે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સારવાર અર્થે ખસેડાયેલા વૃદ્ધને હોસ્પિટલના બિછાને મૃત્યુ નીપજયું હતું, આ બનાવ અંગે ખેડૂતના નાનાભાઈએ જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકનાના ભાઈના નિવેદન મુજબ,

મરણજનાર છેલ્લા આશરે બેએક વર્ષથી આર્થિક સંકળામણમાં હોય અને તેમનો એક દિકરો અપંગ હોય, જેના લગ્ન બાકી હોય અને સતત ચિંતામાં રહેતા હોય, જેથી જીંદગીથી કંટાળી જઈ વાડીના શેઢા પાસે પોતાની જાતે ખેતીના પાકમાં છાંટવાની જંતુનાશક જેરી દવા પી લઇ આપઘાતનો પ્રાયસ કર્યો હતો. દરમિયાન તેમનું સારવાર હેઠળ મૃત્યુ નિપજયુ હતું. ખેડૂતના આપઘાતને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here