ધ્રોલ: પુત્રને જવાબદારી સમજાવી, પણ પુત્રએ ન કરવાનું કર્યું અને જીવ દીધો

0
713

જામનગર: ધ્રોલ તાલુકાના લતીપર ગામે મજુરી કામ કરતા વૃદ્ધ પિતાએ પુત્રને જવાબદારી સમજાવી અને પુત્રને લાગી આવ્યું, પુત્રએ પિતાના જવાબદારી ભર્યા ઠપકાની સામે જવાબદારી ઉઠાવવાના બદલે જીવ દઈ દીધો, પુત્રએ પોતાની ફરજ અદા કરવાના બદલે નાશીપાસ થઇ ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા વૃદ્ધ પિતાએ વૃદ્ધાવસ્થામાં પુત્રનો સહારો ગુમાવ્યો છે. જીવનમાં દરેક ઉમરે દરેક માણસની જવાબદારી રહેતી હોય છે. આ જવાબદારી મુજબના કાર્ય માટે માણસ આખી જીંદગી મથતો હોય છે. પરંતુ અમુક લોકો જવાબદારી પૂરી કરવા કે નિભાવવામાં અસમર્થ નીવડતા હોય છે.

આવો જ એક કિસ્સો ધ્રોલ તાલુકાના લતીપર ગામે નોંધાયો છે જેમાં આમદભાઇ સીદીકભાઇ ઠેબા ઉ.વ.૬૫ નામના મજુરી કામ કરતા વૃદ્ધએ પોતાના પુત્રનું લાલનપાલન કરી મોટો કર્યો, ૩૯ વર્ષની ઉમરે પહોચેલ પુત્ર અબ્બાસભાઇ ઉર્ફે ઉકલો આમદભાઇ ઠેબા કાઈ કામધંધો કરતો ન હોવાથી પિતા આમદભાઈએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી લાગી આવતા પુત્ર અબ્બાસે પોતાની મેળે તેમના ઘરના રૂમમા ઉપર લોખંડના એંગલમા ચુંદડી વડે ગળેફાંસો ખાઇ લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ પરિવારને થતા તેઓએ અબ્બાસને નીચે ઉતારી તાત્કાલિક સારવારમાં ધ્રોલ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડ્યો હતો. જો કે સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપુજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here