ધ્રોલ :પુત્ર-પુત્રવધુનું અમૃતમ કાર્ડ કઢાવવા નીકળેલ વૃદ્ધને જ હાર્ટએટેક આવ્યો

0
449

જામનગર : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામેથી પરિવારના સભ્યોના અમૃતમ કાર્ડ કઢાવવા નીકળેલા વૃદ્ધનું અર્ધ રસ્તે જ હાર્ટએટેક આવતા મૃત્યુ નીપજ્યું છે. પુત્ર અને પુત્ર વધુના આરોગ્યની ચિંતા કરનાર વૃદ્ધનું જ અકાળે અવશાન થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ધ્રોલ તાલુકા મથકથી પાંચ કિમી દુર આવેલ હરિપર ગામના પાટિયા પાસે ભાણજીભાઇ રામજીભાઇ ખાત્રાણી ઉવ ૬૨ રહે.લતીપર (ગોકુલપુર) ગામ તા.ધ્રોલ જી.જામનગર વાળાને ઇકો ગાડીમાં જ હાર્ટએટેક આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. વૃદ્ધના પુત્ર વિજયભાઈએ ધ્રોલ પોલીસને જાણ કરી નિવેદન નોંધાવ્યું હતું. જેમાં વૃધ્ધ પોતાના પુત્ર અને પુત્રવધુ માટે અમુતમ કાર્ડ કઢાવવા માટે ગામડેથી ધ્રોલ આવતા હતા ત્યારે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.

NO COMMENTS