જામનગર : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના માવાપર ગામના પાટિયા પાસે અકસ્માતગ્રસ્ત કારમાથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો છે. ધ્રોલ પોલીસે ૧૨૬ બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો છે. જયારે આરોપી નાશી ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે કારના પાસીંગ નંબરના આધારે તપાસ હાથ ધરી છે.
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકથી જોડિયા તરફ જતા માર્ગ પર એક કારનો અકસ્માત થયો છે અને આ કારમાં દારૂનો જથ્થો ભર્યો હોવાની વિગતો સામે આવતા ધ્રોલ પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી હતી. ધ્રોલ પોલીસે માંવાપર ગામના પાટિયા પાસે સર્જાયેલ અકસ્માતના સ્થળે પહોચી કોર્ડન કર્યું હતું. જેમાં કાર અંદરથી રૂપિયા ૬૩,૦૦૦ ની કીમતનો ૧૨૬ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દારૂનો જથ્થો કબ્જે કરી હજાર નહી મળેલા સખ્સ સામે પ્રોહીબીશન ધારાઓ મુજબ કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીઓ સુધી પહોચવા કારના આરટીઓ નંબરના આધારે કવાયત શરુ કરી છે. આ કાર્યવાહી પીએસઆઈ એમએન જાડેજા, હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ ઝાલા, અનીલભાઈ સોઢીયા, વનરાજભાઈ ગઢાદરા, મયુરસિંહ પરમાર, સંજય સોલંકી સહિતના સ્ટાફે પાર પાડી હતી.