જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ થતા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે. હજુ પણ અનેક જગ્યાએ પાણી ભરાયા છે. એક દાયકા પૂર્વે આવો મંજર જોવા મળ્યો હતો. વારે વારે આવતી કુદરતી આફતને પણ મિઠેરા હાલારીઓએ અવસરમાં પલટી દીધી છે.
જુઓ ભયાવહ નજરો….https://m.facebook.com/story.php?story_fbid=151412659913885&id=100051354551083
ત્યારે વધુ એક વખત અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો છે. કુદરતના આ ન્યાયને પણ દેવભૂમિ દ્વારકા વાશીઓએ હસતા મોઢે વધાવી લીધી છે. મારો વ્હાલો કરે તે સાચું…એમ માનનારા મીઠા માનવીઓ હાલ પાણી હોનારત સામે બાથ ભીડી રહ્યા છે. ચો તરફ પાણી વચ્ચે એ માણસોએ કુદરતના આ ન્યાયને સ્વીકારી લીધો છે.
ત્યારે કેવો હતો આ જળ પ્રલય આવો આપણે જોઈએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના ખેતરોમાં ભરાયેલા પાણીનો ડ્રોન કેમેરાની આંખે કંડારાયેલ દ્રષ્યો…આ ભયાવહ મંજરને ભોગાતના રાજ અહિરે પોતાના ડ્રોનમાં કેદ કર્યા છે.