દેવભૂમિ દ્વારકા : વેક્સીન લીધા વગર જ વેપાર કરવા બેસી ન જતા, થશે આવું

0
1091

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના જાહેરનામાં સબંધિત વેપારી સામે રસીકરણને લઈને પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. સરકારે બનાવેલ એસઓપી મુજબ વેપારીએ વેકસીનનો બીજો ડોઝ લીધા વગર વેપાર કરવા બેસી જતા કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગર ખાતે યોજાયેલ વેપારી વેક્સીનેશન ડ્રાઈવની ફાઈલ તસ્વીર

વેપારીઓને ફરજીયાત રસીકરણ ત્યારબાદ વેપારના સરકારના નિર્ણયનો વ્યાપક વિરોધ થયા બાદ વેપારીઓ માટે સ્પેશ્યલ  ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં વેપારીઓ માટે અલગથી  રસીકરણ કેમ્પ યોજાયા હતા. જેમાં હાલારમાં પણ ગત રવિવારે વેપારી રસીકરણ ઝુંબેશ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં અનેક વેપારીઓ રસીકરણ વગર રહી ગયા હોવાની બુમરેગ ઉઠી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકા મથકે પોલીસ દ્વારા ગઈ કાલે કોવીડ-૧૯ની ગાઈડલાઈન મુજબ જાહેરનામાં સબંધિત કાર્યવાહી કરી હતી જેમાં હાઇસ્કુલ ચોક પાસે વેપાર કરતા બુધાભાઇ જેરામભાઇ પરમાર નામના વેપારીએ કોવીડ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો ન હોવા છતાં પણ ધંધાના સ્થળે આવી વેપાર કરતા મળી આવ્યા હતા . જેને લઈને પોલીસે આ વેપારી સામે કાયવાહી કરી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ અનેક વેપારીઓ પ્રથમ ડોઝથી વંચિત છે ત્યારે આં વેપારીઓ સત્વરે ડોઝ લઇ ધંધો પુનઃ શરુ કરે એમ વહીવટી તંત્ર દ્વારા પણ આહ્વવાન કરવામાં આવ્યું છે.

NO COMMENTS