દેવભૂમિ દ્વારકા: જિલ્લાને ધમરોળતા મેઘરાજા, દ્વારકામાં જમાજમ છ ઇંચ વરસાદ

0
477

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજા મુકામ કર્યો છે. સતત પાંચમાં દિવસે પણ મેઘરાજાએ તોફાની બેટિંગ ચાલુ રાખી હતી ગઈ કાલ સવારે 6:00 વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીના પૂરા થતા 24 કલાકના ગાળા દરમિયાન ચાર તાલુકામાં ચાર ઇંચ થી માંડીને છ ઇંચ સુધીની મેઘમહેર થવા પામી છે. દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ દ્વારકા ખાતે નોંધાયો હતો.

દ્વારકામાં  સવારથી જ બપોર સુધીના ગાળા દરમિયાન પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે 24 કલાકમાં અહીં 6 ઇંચ વરસાદ નોંધાતા શહેરી વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. જેમાં ઇસ્કોન ગેટ ભદ્રકાલી ચોક અને નગરપાલિકા સામેના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. જ્યારે કલ્યાણપુર તાલુકા મથકે સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો.  ગ્રામ્ય પંથકમાં પણ આવી જ રીતે મેઘરાજા વરસી જતા ચોમેર પાણી પાણી થઈ ગયું હતું.

 બીજી તરફ ખંભાળિયા ખાતે પણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને લઇને શહેરના નિચાણ વાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. જ્યારે જિલ્લાનો સૌથી ઓછો વરસાદ ભાણવડ ખાતે નોંધાયો હતો. ભાણવડમાં 24 કલાકના ગાળા દરમિયાન ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.

24 કલાકના પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના 15 પૈકીના સાત ડેમમાં નવા નિરની આવક થઈ  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here