દેવભૂમિ દ્વારકા: ઈરાનથી રવાના થયેલ ડ્રગ્સની ડિલેવરી પૂર્વે ઓખા બંદરે પોલીસે પકડી પાડ્યું આંતરરાષ્ટ્રીય રેકેટ

0
1321

દેવભૂમિ દ્વારકા એસઓજી અને એલસીબી તથા ઓખા મરીન પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી ઓખા જેટી પરથી એક ઈરાની બોટ સાથે પાંચ સખ્સોને પાંચ લાખના હેરોઈનના જથ્થા સાથે પકડી પાડ્યા છે. જેમાં બે સખ્સો તમિલનાડુના બધુઓએ હોવાનું સામે આવ્યું છે. મસ્કતમાં એક ઓઈલ કંપનીમાં નોકરી દરમિયાન કંપની સાથે વાંધો પડી જતા પાસપોર્ટ જપ્તે થઇ ગયો હતો. ભારત પહોચવા ગેરકાયદેસર રીતે સમુદ્ર માર્ગનો ઉપયોગ કરી હેરોઈનની હેરાફેરી કરવાનો પ્લાન તમિલનાડુના બંધુઓએ કર્યો હતો. એક ભાઈ તમિલનાડુથી ઓખા પહોચ્યો અને ભાઈ અરબી સમુદ્ર પાર કરી ઓખા પહોચ્યો હતો પરંતુ દ્વારકા પોલીસના નેટવર્કને ભેદવામાં નિષ્ફળ ગયા અને સમગ્ર રેકેટ બહાર આવ્યું.

ઓખા મરીન પોલીસ દફતરના પીએસઆઈ જરુ તેમજ તેઓની ટીમ આસપારભાઈ મોવર, પ્રવીણભાઈ માડમની સાથે એસઓજીના હેડ કોન્સ્ટેબલ જીવાભાઈ ગોજીયા અને જગદીશભાઈ કરમુરને સંયુક્ત બાતમી મળી હતી જેના આધારે એસપીએ આયોજન કરી આરોપીઓને પકડી પાડવા બે જુદી જુદી ટીમ બનાવી હતી. ઓખા બંદર નજીક રાતના અંધારામાં એક શંકાસ્પદ બોટ આગળ વધી રહી હતી ત્યારે સીન્ગ્નેચર બ્રીજ પાસે વોચમાં રહેલ પોલીસની ટીમે બોટને આંતરી લીધી હતી. બોટને કિનારે લઇ જવામાં આવી હતી. આ ભારતીય બોટમાં ત્રણ ઈરાની અને તમિલનાડુ રાજ્યના કોઇમ્બતુર જીલ્લાના પેરીનાયક્મ પાલયમના અશોકકુમાર અય્યપ્ન્ન મુથુરેલા, મુસ્તુફા મહમંદ સઇદ બલુચી જસ્ક બંદર ઈરાન, જાસેમ અલી ઈશાક બલુચી, અમીરહુસેન અલી શાહકરમ બલુચી નામના આરોપીઓ મળી આવ્યા હતા. પોલીસે તમામની ઝડતી લેતા તેના કબજા માંથી પાંચ લાખની કીમતનું હેરોઈન, એક થુરીયા સેટેલાઈટ ફોન, આઠ મોબાઈલ ફોન, બે લેપટોપ. અઢી હજાર ઈરાની રીયાલ. એક જીપીએસ ડીવાઈસ. ૧૫ ડેબીટ-એટીએમ કાર્ડ અને બે પાસપોર્ટ કબજે કરવામાં આવ્યા હતા.

દ કરી હોવાનું સામે આવ્યું છે. બંને ભાઈઓ મસ્કતમાં એક કંપનીમાં કામ કરતા હતા. અશોકને કંપની સાથે કોઈ બાબતે વાંધો પડતા કંપનીએ પાસપોર્ટ પણ કબજે કરી લીધો હતો. જેથી ઇન્ડિયામાં પ્રવેશ માટે મસ્કતના ડોક્ટર હુસેનએ ભારત પહોચાડવા મદદ કરી હતી. તેઓએ જ મસ્કતથી ત્રણ ઈરાની માછીમારો-માણસો પુરા પાડ્યા હતા. જેના પેટે ડોક્ટરને આઠ હજાર મસ્કતનું ચલણ પૂરું પાડ્યું હતું. અશોક કાયદેસર રીતે ભારત આવી ગયો હતો જયારે તેનો ભાઈ મસ્કત રહી ગયો હતો. તેને ભારત લઇ આવવા ડ્રગ્સની હેરાફેરી કરવાનો પ્લોટ રચાયો હતો. અશોક અય્પન્ન રાજકોટ સુધી ફ્લાઈટમાં આવ્યો હતો અને ત્યાંથી ઓખા પહોચ્યો હતો. ઓખામાં તે ડ્રગ્સ અને તેના ભાઈની ડીલેવરી લેવાની હતી.  પરંતુ તે પૂર્વે દેવભૂમિ દ્વારકા પોલીસે સમગ્ર રેકેટને પકડી પાડ્યું હતું.

પોલીસે એનડીપીએસ એક્ટ તેમજ ગેર કાયદેસર ઘુષણખોરી કરવા બદ્દલ પાસપોર્ટ ધારા સહીતની ભારતીય ફોજદારી ધારાઓ મુજબ ફરિયાદ નોંધી પાંચેયની ધરપકડ કરી છે. આ કાર્યવાહી એસપી નીતેશ પાંડેયની આગેવાની નીચે એલસીબી પીઆઈ કેકે ગોહિલ, એસઓજી પીઆઈ પી સી સિંગરખિયા, મીઠાપુર પીઆઈ એમડી મકવાણા, દ્વારકા પીઆઈ એ એલ બારસીયા, ઓખા મરીન પીએસઆઈ આર આર ઝરુ સહિતનાઓએ પાર પાડી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here