દેવભૂમિ દ્વારકા: ગાયિકાને બદનામ કરનાર સખ્સો સામે FIR

0
1422

જામનગર અપડેટ્સ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખ્યાતનામ ગાયિકાને ડીજીટલ ટેકનોલોજીના સહારે બદનામ કરવા નીકળેલ સખ્સો સામે આખરે સાયબર ક્રાઈમ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. ખ્યાતનામ ગાયિકાના ચહેરાને મળતો આવતા મહિલાના ચહેરા વાળી યુવતીનો બીભત્સ વિડીઓ ગાયિકાના નામેથી સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ કરી ગાયિકાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેની વિગતો ધ્યાને આવતા ગાયિકા દ્વારા વિધિવત ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

ગુજરાતી લોકગીત, સંતવાણી ક્ષેત્રે પોતાના સુરીલા કંઠના સહારે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશના સીમાડાઓ વટાવી અનોખી નામના મેળવનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાલીયા તાલુકાના બજાણા ગામના ખ્યાતનામ ગાયિકા ભૂમિ આહીરએ ખંભાલીયા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તાજેતરમાં ગત મહીને ભૂમિ પોતાના ગામડે હતી ત્યારે તેઓના નામની ફેક ઇન્સટાગ્રામ પ્રોફાઇલ તેણીને ધ્યાને આવી હતી. ફેક આઈડી બનાવનાર/વપરાશ કરનાર, કોઈ સખ્સ કે સખ્સોએ તેણીને મળતા ચેહરા વાળી મહીલાનો બિભસ્ત વિડીયો ભૂમિના નામથી સોસિયલ મિડીયામાં વાયરલ કર્યો હતો. આ વિડીઓ  સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર બિભત્સ/અશ્લીલ વિડીયો પોસ્ટ કરી, ભૂમિ જેવી જ દેખાતી અન્ય મહીલાનો અન્ય પુરૂષ સાથે શારીરીક સબંધ સમયે રેકોર્ડ કરેલ વિડીયો ક્લિપ સોસિયલ મીડીયામાં વાયરલ કરી દીધો હતો. આ વિડીયોમાં ભૂમિ દ્વારા ગવાયેલ ગીતો મોર્ફ કરનાર તે ક્લિપમાં મર્જ કરવામાં આવ્યા હતા.

જેને લઈને ભૂમિએ વિડીઓ અંગે પરિવારને જાણ કરી હતી ત્યાબાદ ગઈ કાલે આ વિડીઓમાં ગીત મર્જ કરનાર અને  સોસિયલ મીડીયાના પ્લેટફોર્મ ઉપર વાયરલ કરી ફરીયાદીને સમાજમાં બદનામ કરનાર અજ્ઞાત સખ્સો સામે સાયબર પોલીસ દફતરમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે અજાણ્યા સખ્સ કે સખ્સો સામે BNS કલમ ૭૮(૨),૭૯,૩૫૬(૩),IT Act કલમ ૬૬(સી),૬૬(ડી),૬૭, ૬૭(એ)મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here