દેવભૂમિ દ્વારકા: જિલ્લાના 20 ગામમાં ઈલેક્ટ્રીશ્યને ૬૮ લાખનું કુંડાળું કર્યું

0
2751

જામનગર જીલ્લા પંચાયતમના ફરજ મોજુફ કરાયેલ ઈલેક્ટ્રીશ્યને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ બે વર્ષના ગાળામાં વીસ ગામના ૨૪ કામોને બોગસ સહીઓ વડે ઉધારી લઇ રૂપિયા ૬૮ લાખનું કૌભાંડ આચર્યું હોવાની વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. સસ્પેન્ડેડ સરકારી બાબુએ નાયબ કાર્યપાલકના બોગસ સહી સીકાઓ લગાવી બીલ મંજુર કરાવી લઇ કૌભાંડ આચર્યું છે. ઉલ્લેખનીય છે કે આ મહાસયનું ભોપાળું છતું થયા બાદ સરકારી ફરજ પરથી હાલ રુકસદ આપવામાં આવીએ છે. ત્યારબાદ જામનગરમાં બે જુદી જુદી ફરિયાદ નોંધાયા બાદ આરોપી ઈલેક્ટ્રીશ્યન સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.

જામનગર જીલ્લા પંચાયતમાં વર્ષ ૨૦૧૫થી બોગસ કમ્પ્લીસન પ્રમાણપત્ર બનાવી અનેક બીલ ઉધારી લઇ કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર ઈલેક્ટ્રીશયન હરિસિંહ ગોહિલ સામે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા પોલીસ દફતરમાં નોંધાયેલ ફરિયાદની વિગત મુજબ વર્ષ ૨૦૨૦થી ૨૦૨૨ના ગાળા દરમિયાન આરોપી હરીસિંહ પી. ગોહીલ, ઇલેકટ્રીશ્યન, ઇલેકટ્રીક શાખા પંચાયત વિભાગ જામનગરવાળા પોતે રાજય સેવક હોય જે હોદ્દાનો ફાયદો લઇ પોતાને અંગત લાભ મળી રહે તે માટે દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લો અલગ હોય ત્યારથી કાર્યપાલક ઇજનેર તથા નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કાર્યરત હોય જેથી દેવભૂમિ દ્વારકા જીલ્લાના કોઇ સરકારી કામોમાં મંજુરીને લગત કોઇ કામ જામનગર ખાતે આવેલ કચેરી ખાતેથી થતા ન હોય અને તેમની ફરજ જામનગર જીલ્લામાં હોય તેમ છતા પણ તેમના દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના શક્તિનગર, ધરમપુર, હાપા લાખાસર, ઉગમણા બારા, સામોર, કોઠાવિશોત્રી, ભાડથર, કંડોરણા, રામનગર, નવીફોટ, બજાણા, લાલપરડા, ભંડારીયા, કોલવા, હંજરાપર, દાત્રાણા, વિરમદડ, કાલાવડ સીમાણી, ભરાણા, તથા લાલુકાગામ ખાતે એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટના કામોમા જામનગર કચેરી દ્વારા આપવામા આવતા કંમ્પલીશન સર્ટીફીકેટ પર તેમની સહી કર્યા બાદ લગત તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેરની સહી કરવાની હોય જે સહીના બદલે નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી જામનગરના બનાવટી સિક્કા બનાવી પોતાના કબ્જામા રાખેલ હોય જે સિક્કા લગાવી તેના પર નાયબ કાર્યપાલક ઇજનેર જામનગરની સહી જેવી ભળતી અને બનાવટી સહી તેમના દ્વારા કે તેમના કોઇ મળતીયા દ્રારા કરી-કરાવી તથા અંદાજપત્રની તાંત્રીક મંજુરીમાં કાર્યપાલક ઇજનેર જામનગરની સહી જેવી ભળતી બનાવટી સહી કરી તેમના બનાવટી સીક્કા મારી કાર્યપાલક ઇજનેરની કચેરી જામનગરના ખોટા જાવક નંબર નાખી ફોરવર્ડીંગ લેટર વગર બારોબાર તાલુકા પંચાયત કચેરી ખંભાળીયા ખાતે બારોબાર મોકલી આપી, આ બનાવટી અને બોગસ દસ્તાવેજને ખરા તરીકે રજુ કરી, જે બનાવટી કંમ્પલીશન સર્ટીફીકેટ તથા અંદાજપત્રની તાંત્રીક મંજુરીના આધારે ખંભાળીયા તાલુકા પંચાયત કચેરી દ્રારા અલગ-અલગ કુલ ૨૦ ગામના ૨૪ કામોની કુલ રકમ રૂ.68,34,000 ની તાંત્રીક મંજુરી મેળવી આ ઉપરોકત કામોના બીલો મંજુર કરી આપયા હતા. આમ હરિસિંહની વધુ એક પ્રકરણમાં સંડોવણી ખુલતા તેની સામે ફોજદારી નોંધાવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here