જામનગર અપડેટ્સ : જામનગર નજીકના દરેડ ગામે આવેલ જીઆઈડીસી વિસ્તારના ગોડાઉન જોનમાં આઠ માસનો ગર્ભ ધરાવતી નેપાળી મહિલાની કરપીણ હત્યા નીપજા લૂંટ ચલાવાયા બાદ એલસીબીએ જુદી જુદી ટિમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એક સપ્તાહની તપાસ બાદ એલસીબી સીસીટીવી ફુટેજમાં સામે આવેલ શંકાસ્પદ શખ્સ સુધી પહોંચી ગઈ છે. ઉત્તરાખંડના શખ્સને એકાદ મહિનાથી અત્રે જીઆઇડીસી વિસ્તારમાં મજૂરી કામ નહીં મળતા આર્થિક સંકળામણના કારણે હત્યા નિપજાવી હોવાની કબૂલાત આપી છે.
જામનગરની ભાગોળે આવેલ દરેડ જીઆઈડીસી વિસ્તારમાં ગત તા. 11/7/2021ના રોજ બપોર બાદ ગોડાઉન વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારની મહિલાની કરપીણ હત્યા નીપજાવવામાં આવી હતી. અવાવરું જગ્યાએ રહેતા નેપાળી ઇન્દ્રબહાદુર ઉવ ૩૮ નામના યુવાન કારખાનામાં ચોકીદારી કરવા ગયા બાદ ઓરડીમાં એકલી પડેલી તેમની પત્ની ભાવીશાબેન ઉર્ફ અંજુબેન ઉવ (૩૫)પર કોઈ અજાણ્યા સખ્સે છરી વડે હુમલો માથા અને શરીર તથા કરી કરપીણ હત્યા નીપજાવી હતી. આ ઘટનાની જાણ થતા એએસપી, એલસીબી અને પંચકોશી બી ડીવીજન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો. ઘરમાં વેર વિખેર સમાન નેપાળી ચોકીદારના જણાવ્યા મુજબ પાંચેક હજારની રોકડ રકમ તથા અમુક દાગીના ગુમ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને મહિલાની હત્યા લુંટના ઈરાદે
હત્યા નિપજાવી હોવાનુ તારણ કાઢી તપાસ હાથ ધરી હતી. પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ કબજે કરી, શંકાસ્પદ શખ્સની સંડોવણી નજરે પડી હતી. જેને લઈને અલગ અલગ ટીમોને તેમજ અંગત વિશ્વાસુ બાતમીદારોને કામે લગાડયા હતા.
આ હત્યા ઉત્તરાખંડ રાજ્યના ઉધમસીંગનગરના ખટીમાં વોર્ડનં૫, આપાજી ગોલ્ડન મેરેઝ હોલ, ઇસ્લામ નગર ખાતે રહેતો મહમદફેજ જમાલુદીન અસારી સંડોવાયો હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન એલસીબીએ ટેકનીકલ ટીમનો ઉપયોગ કરી મજકુર આરોપીને ઉતરાખંડ રાજયમાં તેમના વતન હોવાની હકિકત આધારે ઉતરાખંડ થી મજકુર ઇસમને પો.સ.ઇ. કે.કે.ગોહીલ સહિતના સ્ટાફે ઉત્તરાખંડ સુધી તપાસ લંબાવી હતી. જેમાં આ ટેક્નિકલ ટીમના સહકારથી આરોપીનું લોકેશન મેળવી ચોક્કસ સ્થળ પર દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો. આ શખ્સની ધરપકડ કરી એસીબીની ટિમ પરત આવી છે. આરોપીની પ્રાથમીક પુછપરછમાં મજુરી કામ મળતુ ન હોવાથી આર્થિક સંકડામણથી લુંટને અંજામ આપવા માટે ખૂન કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
હવે કોની હત્યા કરવી હતી આરોપીને…
માત્ર 19 વર્ષની ઉંમર ધરાવતા શખ્શની કોઈ ગુનાખોરો હિસ્ટરી તો નથી એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે પણ પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે સબંધ વિક્ષેપ થતા તે જામનગર આવ્યો હતો. પણ અહીં મજૂરી કામના પણ સાંસા પડ્યા હતા. અહીં થી લૂંટ ચલાવ્યા બાદ ઉત્તરાખંડ પહોંચી પોતાની ગર્લ ફ્રેન્ડની હત્યા નિપજાવવાનો પ્લાન કર્યો હતો. ગર્લ ફ્રેન્ડની હત્યા કરે તે પૂર્વે જામનગર પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી અને વધુ એક હત્યાના બનાવને બનતો અટકાવ્યો હતો.