જામનગર : વિધાનસભા સત્રમાં એક ધારાસભ્યના પ્રશ્નના ઉતરમાં સરકારે સ્વીકાર કર્યો છે કે રાજ્યમાં જન્મ ધરતા બાળક પર ૩૮૩૮૧ રૂપિયાનું દેવું લઇ જન્મે છે. કેલેન્ડર વર્ષ પ્રમાણે ૩૧ ડીસેમ્બર ૨૦૧૯માં રૂપિયા ૨,૪૦,૬૫૨ કરોડ રૂપિયા જાહેર દેવું થયું છે. સવા છ કરોડની વસ્તી ધરાવતા રાજ્યમાં ૭૨૨૩ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારની લોન અને ૦ થી ૧૩ ટકા વ્યાજ પ્રમાણે આકડા નક્કી થયા છે. એમ નાણાંમંત્રી નીતિન પટેલે ગૃહમાં જણાવ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈના જવાબમાં પાઠવવામાં આવેલ લેખિત જવાબ મુજબ, વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ની સ્થિતિએ રાજ્યનું જાહેર દેવું ૨૪૦૬૫૨ કરોડ રૂપિયા છે. જ્યારે કેન્દ્રીય દેવા પેટે લોનની રકમ ૭૨૨૩ કરોડ છે અને તેનો વ્યાજ દર 0 થી ૧૩ ટકા હોવાનો સ્વીકાર કરે છે. જયારે સરકારે વર્ષ વર્ષ ૨૦૧૪-૧૫માં ૩૬૫ કરોડ, વર્ષ ૨૦૧૫-૧૬માં કરોડ, વર્ષ ૨૦૧૬-૧૭માં ૪૬૯ કરોડ, વર્ષ ૨૦૧૭-૧૮માં ૪૩૦ કરોડ અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૪૦૬ કરોડ રૂપિયા વ્યાજ ચુકવ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ સરકારે રૂ. ૨૧૮૪ કરોડનું વ્યાજ ચુકવ્યુ હોવાનો સ્વીકાર કર્યો છે.