મરવું એ ઉપાય નથી પણ ઈજ્જત વગર જીવવું નકામું છે..આપઘાત કરનાર યુવાનની હદયદ્રાવક સુસાઈડનોટ

0
2297

જામનગર અપડેટ્સ : જીવન કોને ન ગમે ? ઈશ્વરે મનુષ્ય અવતાર જ ઉમદા આપ્યો છે પણ સમાજમાં અનેક મુશ્કેલીઓમાં ફસાયેલ લોકોને કોઈ રસ્તો નહી દેખાતા અકાળે જીવતરનો અંત આણતા હોય છે. આવો જ એક હદયદ્રાવક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. આર્થિક મુશ્કેલીમાં સપડાયે યુવાન અમુક સખ્સો તરફથી દબાણ કરાતા આખરે કોઈ રસ્તો જ ન મળતા સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો છે. આ મરણનોંધમાં યુવાને દર્શાવેલ જીવન જીવવાની લાલસા અને પૈસાનું મહત્વ સ્પષ્ટ કરી પોતે પરિવારની માફી માંગી છે.

ઘટના છે સુરતના પાલનપુર પાટિયા વિસ્તારની, રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા અલ્પેશ પટેલ નામના યુવાને જીવનમાં આગળ વધવાની ઉમદા ઈચ્છા સાથે ધંધો  શરુ કર્યો, ઓન લાઈન ડ્રેસ માર્કેટિંગના વ્યવસાય માટે યુવાને અમુક વ્યક્તિઓ પાસેથી રૂપિયા લીધા હતા. પરંતુ ધંધામાં બરકત નહી થતા ખોટ ગઈ હતી. બીજી તરફ જે વ્યક્તિઓ પાસેથી નાણા લીધા હતા તે વ્યક્તિઓ હવે મેદાનમાં આવી ગયા અને સતત ઉઘરાણી કરવા લાગ્યા હતા.

ઘરે આવી ઈજ્જ્તના ધજાગરા કરશું એવી સખ્સોની સતત ધમકીઓથી યુવાને કંટાળી આખરે જીવતર ટુંકાવવાનો નિર્ધાર કરી સુસાઈડ નોટ લખી, ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મરણનોધમાં યુવાને જીવન જીવવાની અપાર ઈચ્છા હોવાનો ઉલ્લેખ કરી લખ્યું છે કે મરવું એ ઉપાય નથી પણ ઈજ્જત વગર જીવવું પણ નકામું છે. મરવું તો નથી પણ કોઈ જીવવા પણ નથી દેવાનું, આજે ખબર પડી કે પૈસાથી મોટું બીજું કઈ જ નથી. કૈલાસભાઈ, વસંત, વિક્કી, વાસુ, વિકાસ, ફેનિલ નામના સખ્સોનું દબાણ હોવાનો ઉલ્લેખ સુસાઈડ નોટમાં કર્યો છે. આ સખ્સો સામે પગલા ભરવાની અંતિમ ઇચ્છા પણ જાહેર કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here