૯૧ વર્ષે ચુંદડીવાળા માતાજીનો દેહ ત્યાગ, આ હતી તેઓની અલૌકિક સિદ્ધિ

0
802

અંબાજી : છેલ્લા ૮૬ વર્ષથી અન્ન-જળ ત્યાગ કરી અંબા માતાની આરાધના કરતા ચુંદડીવાળા માતાજીનું ૯૧ વર્ષની ઉમરે અવસાન થયું છે. રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામમાં અનોખી આરાધના શરુ કરી હતી. ચરાડા ખાતે એક સામાન્ય વિપ્ર પરીવારમાં જન્મેલ પ્રહલાદ જાનીને બાળપણમાં જ ભક્તિનો રંગ લાગી ગયો, માત્ર પાંચ વર્ષની ઉમરે અન્ન-જળનો ત્યાગ કરી આધ્યત્મિક ભક્તિમાં લીન થઇ પ્રહલાદ જાની ત્યારબાદ ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખાવવા લાગ્યા હતા. ધીરે ધીરે ચુંદડીવાળા માતાજીની સાથે ભક્તો અને શ્રદ્ધાળુઓનો પ્રવાહ જોડાતો ગયો, છેલ્લા 86 વર્ષથી અન્નનો દાણો પણ મોઢામાં નાક્યા વગર કે પાણીનું એક ટીપું પીધા વગર ચુંદડીવાળા માતાજી અનેક ભાવિકોના દુખ દર્દ મિટાવી ચુક્યા છે એવી માન્યતા છે. જીવન જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર પડે જ, પરતું પ્રહલાદ જાનીના કિસ્સામાં વિજ્ઞાન પણ વિચારતું થયું છે. ચુંદડીવાળા માતાજીની આ અનોખી સિદ્ધિનું કારણ જાણવા અનેક સંશોધન કર્તાઓએ પણ રીસર્ચ કર્યું છે. પરંતુ કોઈ પરિણામ કે કારણ સામે ન આવ્યું, માતાજીની અસીમ કૃપાથી જ માતાજીએ આ સિદ્ધિ મેળવી હોવાની વાયકાઓ છે. તેઓની આ સિદ્ધિના કારણે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પણ હેરાન હતા અને છેક સુધી રહ્યા. એક સન્યાસી તરીકે પ્રસ્થાપિત થયેલ ચુંદડીવાળા માતાજી પર અનેરી શ્રદ્ધા ધરાવનાર ભાવિકો દૂર-દૂરથી તેમના દર્શન માટે આવતા હતા અને શ્રદ્ધાળુઓમાં એક માન્યતા હતી કે ચુંદડીવાળા માતાજીને પૂજવાથી જીવનની આધી-વ્યાધી ઉપાધી દુર થઇ જતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here