BJPની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ, ક્યા દિગ્ગજો કરશે દાવેદારી?

0
873

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગઈકાલે જામનગર શહેરની બે બેઠકો પર 25 દાવેદારો નોંધાયા હતા. જેમાં જામનગર ઉત્તર બેઠકમાં સૌથી ઓછા દાવેદારો છે. આજે બીજા દિવસે જિલ્લાની વધુ ત્રણ બેઠકો પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આજે કૃષિમંત્રી રાઘવજી પટેલ અને પૂર્વ કૃષિ મંત્રી ચીમન સાપરીયા પણ પોતાની દાવેદારી રજૂ કરશે આ ઉપરાંત ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબા જાડેજા પણ દાવેદારી કરી શકે છે.

જામનગર શહેરની બે વિધાનસભા બેઠકો પર ગઈકાલે નિરીક્ષકોની ટીમે દાવેદારોને સાંભળ્યા હતા. જેમાં જામનગર ઉત્તર બેઠક પર માત્ર છ દાવેદારો નોંધાયા હતા. જ્યારે જામનગર દક્ષિણ બેઠક પર પૂર્વ કૃષિ મંત્રી આરસી ફળદુ સહિત કુલ 19 દાવેદારો નોંધાયા છે. સેન્સ  પ્રક્રિયાના બીજા દિવસે જામનગર ગ્રામ્ય, કાલાવડ અને જામજોધપુર બેઠક પરના ચૂંટણી લડવા માગતા ઉમેદવારો પોતાની દાવેદારી રજૂ કરશે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે સવારે 9:30 કલાકથી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે લગભગ સાંજ પડતા પૂર્ણ થશે.

 જામનગર ગ્રામ્ય બેઠક પર હાલના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત અન્ય દાવેદારો નિરીક્ષકો ની ટીમ સમક્ષ પોતાની દા વેદારી રજૂ કરશે. છેલ્લા ત્રણ વર્ષથી રાજકારણમાં સક્રિય થયેલ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રીવાબા જાડેજા પણ બેઠક પર દાવેદારી કરી શકે છે એમ ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કેમ કે ત્રણ વર્ષના ગાળા દરમિયાન રેવાબાએ જામનગર ગ્રામ્ય અનેક  કાર્યો કર્યા છે.

 જ્યારે કાલાવડ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત હોવાથી આ શ્રેણીના ભાજપના ઉમેદવારો પોતાની દાવેદારી રજૂ કરશે. જેમાં પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડા, લાલજીભાઈ સોલંકી અને જ્ઞાતિ અગ્રણી સામત પરમાર, દિપક ચાવડા સહિતના પોતાની દાવેદારી રજૂ કરશે.જ્યારે જામનગર જોધપુર બેઠક પર પૂર્વ કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયા સહિતના પાટીદાર અગ્રણીઓ પોતાની મજબૂત  દાવેદારી રજૂ કરશે. સાંજે આ ત્રણેય બેઠક પર કેટલા ઉમેદવારે દાવેદારી કરી છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

NO COMMENTS