જામનગર : કુંભના મેળામાંથી પરત ફરતા ભાવિકોનો કોરોના ટેસ્ટ ફરજીયાત બનાવાયા બાદ ગઈ કાલે અમદાવાદ પરત ફરેલ ભાવિકો પૈકી ૩૫ ભાવિકોનો રીપોર્ટ પોજીટીવ જાહેર થતા ચારેતરફ નવી ઉપાધી શરુ થઇ છે. જામનગરમાં પણ ભાવિકોના ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવે એ પણ જરૂરી બન્યું છે. અન્યથા આ ભાવિકો સુપર સ્પેડર બની નવી સમસ્યા ઉભી કરશે.
ગઈ કાલે સાંજે હરિદ્વારથી આવેલી ટ્રેઈનમાંથી ઉતરેલ પ્રવાશીઓ પૈકી કુંભ મેળાના સહભાગી બનેલ ભાવિકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો ૩૧૩ પેસેન્જરોના કરવામાં આવેલ ટેસ્ટ પૈકી ૩૪ ભાવિકોનો રીપોર્ટ પોજીટીવ આવ્યો હતો. આ તમામ દર્દીઓની સારવાર શરુ કરી દેવામાં આવી છે. ત્યારે જામનગરમાં વકરેલી સ્થિતિ વચ્ચે સ્થાનિક પ્રસાસન પાસે કુંભ મેળામાં ગયેલ ભાવિકોની યાદી જ નથી. ત્યારે જામનગરમાં પ્રવેશનાર કયો વ્યક્તિ હરિદ્વારથી આવ્યો છે તેનો તાગ મેળવવો મુસ્કેલ છે. આવી સ્થિતિ વચ્ચે ખુદ ભાવિકે સામે ચાલી પોતાનો રીપોર્ટ કરાવી અન્યના આરોગ્યને બાધારૂપ ન બનવું જોઈએ. ભાવિકોએ પોતાની ફરજ સમજી ટેસ્ટ કરાવે તે જરૂરી બન્યું છે. અન્યથા નવો ટ્રેન્ડ વધુ ઘાતક પરિણામ નોતરશે. કુંભના મેળાના ભાવિકો સુપર સ્પ્રેડર બને તેવી શક્યતાઓ વચ્ચે તંત્રએ પણ બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન તેમજ ચેક પોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે કોરોનાની વકરેલી સ્થિતિ વચ્ચે ગઈ કાલે જામનગરની મુલાકાતે આવેલ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે કુંભ મેળામાંથી પરત ફરતા તમામ ગુજરાતી ભાવિકોનો કોરોના ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે. ભાવિકોના આરટીપીસીઆર ટેસ્ટ કરી તેઓને ફરજિયાતપણે આઇસોલેટ થવું પડશે. તમામ જીલ્લાના કલેકટરસને સુચના આપી આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવા સુચના આપી દેવામાં આવી છે.