આ બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, માછીમારો પર પ્રતિબંધ

0
552

જામનગર : દેવભૂમિ દ્વારકાના સાગર કિનારે મંડરાઈ રહેલ વાવાજોડાના ખતરાને લઈને વહીવટી, જીએમબી અને ફીસરીજ તંત્ર હરકતમાં આવ્યું છે. ફીસરીઝ વિભાગે ગઈ કાલે જ દરિયો ખેડવા જતા માછીમારોને સચેત કરી દરિયો ખેડવા પર પ્રતિબંધ મુક્યો છે. તંત્ર દ્વારા આગામી તા. ૧/૬ થી ૩૧/૭ એમ બે મહિના માટે દરિયો ખેડવા પર પ્રતિબંધ મુક્યો છે. બીજી જીએમબી દ્વારા સૌરાષ્ટ્રના વેરાવળ, પોરબંદર, ઓખા અને જામનગરના નવા બંદર પર એક નંબરનું સિગ્નલ લાદી દેવામાં આવ્યું  છે. જો કે આ સિગ્નલનો અર્થ એવો થાય છે કે હજુ સમુદ્રમાં વાવાજોડું સક્રિય થઇ રહ્યું છે. એક તરફ કોરોનાનો ખતરો હજુ યથાવત છે ત્યાં કુદરતી આફતના દસ્તકના ભણકારાને લઈને થોડો ભય ફેલાયો છે પરતું અગાઉના ત્રણ વર્ષોની જેમ આ વર્ષે પણ વાવાજોડું સમુદ્રમાં જ શાંત થઇ જાય એમ દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લા સહીત સૌરાષ્ટ્રભરના નાગરીકો કામના કરી રહ્યા છે.

NO COMMENTS