નિર્દયી દંપતી : આ કારણે પોતાની જ બાળકીને ત્યજી દીધી, પિતાએ કબુલાત કરી

0
778

જામનગર : જામનગર નજીકના સાપર ગામે ગઈ કાલે સાંજે બાવળની જાળીઓમાંથી ત્યજી દેવાયેલ બાળકી મળી આવ્યા બાદ સિક્કા પોલીસે ગણતરીની કલાકોમાં જ એ બાળકીની જનેતાને શોધી લીધી છે. કાનાશિકારી ગામે રહી મજુરી કામ કરતી પરપ્રાંતીય મહિલાએ બે દિવસ પૂર્વે જ જીજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. પોતાની જ બાળકીને આવા કારણથી છોડી દીધી જે કારણનો દુનિયાના અનેક પરિવારોએ હસતા હસતા સામનો કર્યો છે. મહિલાના બાળકીને ત્યજી દેવાના જવાબને લઈને પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે. હાલ પોલીસે બાળકીના પિતાની ધરપકડ કરી છે.

જામનગર નજીકના સાપર ગામના પાટિયાથી ગામ તરફ જતા માર્ગ પર બાવળની જાળીઓમાંથી તાજી જન્મેલ બાળકી જીવિત અવસ્થામાં મળી આવી હતી. જેને ૧૦૮ની ટીમે ઉગારી જીજી હોસ્પિટલના બેબી વોર્ડમાં દાખલ કરી હતી. બીજી તરફ અજાણી જનેતા સામે સિક્કા પોલીસે ફરિયાદ નોંધી સઘન શોધખોળ શરુ કરી હતી. પોલીસે અનેક દિશામાં તપાસ કરી હતી જેમાં કાનાશિકારી ગામે રહેતી મૂળ બિહાર રાજ્યના બેટીયા જીલ્લાના શીસોનીયા તાલુકાની મહમદમુના શેખનીજામુલ શેખ ઉવ ૨૪ નામના શ્રમિકની પત્ની નુસરતબેનએ બે દિવસ પૂર્વે જ સવારે જીજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. અને ગઈ કાલે જ આ દંપતી રજા લીધા વગર જ નીકળી ગયા હતા. બાળકીના પગના ખોડખાપણ હોવાથી ભવિષ્યમાં તકલીફ ઉભી થાય તેવું લાગતા બાળકીને છોડી દેવાનું નક્કી કરી જે તે સ્થળે જ બાળકીને છોડી નાશી ગયા હતા. જો કે સદનસીબે માત્ર ૧૫ જ મિનીટમાં બાળકી અન્ય લોકોને ધ્યાને આવી જતા જગલી પશુથી બચી ગઈ હતી. પોલીસે મહિલાના પતિની હાલ અટકાયત કરી લીધી અને બાળકીને માતાની તબિયત સારી ન હોવાથી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હોવાનું સિક્કા પીએસઆઈ સિસોદિયાએ જણાવ્યું હતું.

NO COMMENTS