ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ફરી વિવાદમાં : આવો છે વિવાદ

0
1147

જામનગર : ભારતીય ક્રિકેટ ટીમના આધારભૂત ઓલરાઉન્ડર એવા જામનગરના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ફરી વિવાદમાં આવ્યો છે. રાજકોટમાં કાર લઈ નીકળેલ રવિન્દ્ર અને પોલીસકર્મીઓ વચ્ચે માસ્કબે લઈને બોલાચાલી થઈ હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. જોકે ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હોવાનનું જાણવા મળ્યું છે. ઉલકેખનિય છે કે લોકડાઉન પિરિયડમાં ક્રિકેટર રવિન્દ્ર નાગરિકોની ઘરમાં રહેવાની અપીલ કરતો હતો ત્યારે આ વિવાદ ફરી જાડેજા દંપતીને ચર્ચામાં લાવ્યો છે.

હાલ કોરોના સંક્રમણને લઈને દેશભરમાં અનલોક પિરિયડ ચાલી રહ્યો છે ત્યારે મોટા ભાગના ક્રિકેટરો હાલ પોતાના રહેણાંક સ્થળે કોઈને કોઈ પ્રવૃત્તિમાં રત બન્યા છે. જામનગરના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જામનગરના ફાર્મ હાઉસ પર ફીઝીકલ ટ્રેઇનિંની સાથે ઘોડે સવારીની મોજ માણતો સોશિયલ મીડિયામાં જોવા મળે છે. ગત મહિને પોપ્યુલર ટેસ્ટ પ્લેયર તરીકે વિઝડને કરેલ પસંદગી વખતે રવિન્દ્ર પર અભિનંદનની વર્ષા થઈ હતી. આ ઉત્સવ હજુ યથાવત છે ત્યાં રવિન્દ્ર જાડેજા આજે એક નવા વિવાદમાં ફસાયા છે. રાજકોટ ખાતે પોલીસ કર્મચારીઓ સાથે માસ્ક ન પહેરવાને લઈને રકઝક થઈ હતી. જેને લઈને જોતજોતામાં મોટું રૂપ લઇ લેતા ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઓર પહોંચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હોવાના અહેવાલ છે. જો કે સતાવાર કોઈ બાબત પોલીસ તરફથી જાહેર કરવામાં આવી નથી. પોલીસ સાથેની માથાકૂટ સમયે રવીન્દ્રની પત્ની રિવાબા પણ સાથે હોવાના અહેવાલ છે.

NO COMMENTS