કડાકો : જામનગર યાર્ડમાં ઊંચા ભાવ બાદ બમ્પર આવક થતા મગફળીના ભાવમાં કડાકો, આજે બોલાયો આ ભાવ

0
802

જામનગર : જામનગર એપીએમસીના ખુલ્લા બજારમાં રાજ્યના સૌથી ઊંચા ભાવના પગલે ત્રણ દિવસ બંધ રહેલ યાર્ડ બાદ આજે સોમવારે વધુ એક વખત યાર્ડ મગફળીની આવકથી છલકાઈ ગયું છે. આજે આઠ સો વાહનો સાથે મગફળી લઇ યાર્ડ પહોચેલ ખેડૂતોને લઈને યાર્ડમાં ભરતીની જગ્યા ખૂટી  પડી છે. આજે ખુલ્લા બજારમાં ૯૪૦૦ ગુણીના સોદા થયા છે જેમાં પ્રતિ વીસ કિલોના ભાવ રૂપિયા ૮૦૦થી ૧૩૩૦ બોલાયા છે. જે પાંચ દિવસમાં મગફળીના ભાવમાં રૂપિયા ૧૫૦નો તોતિંગ ઘટાડો સૂચવે છે.

ગત રાત્રીના બાર વાગ્યાથી જ જામનગર એપીએમસી ખાતે મગફળીની આવક સાથેના વાહનોનો ઘસારો શરુ થયો હતો. સવારે પાંચ વાગ્યા સુધીમાં ૮૦૦ વાહનોની કતાર થઇ  જતા ૫૫૦૦૦ ગુણીની આવક થઇ હોવાનું યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું છે. બીજી તરફ યાર્ડમાં જગ્યા ન હોવાથી સવારે છ વાગ્યાથી યાર્ડમાં આવક બંધ કરવામાં આવી હતી. ગત સપ્તાહે જામનગર એપીએમસીમાં મગફળીના મહતમ ભાવ રૂપિયા ૧૪૮૦ બોલાતા અન્ય જીલ્લાના ખેડુતોઓએ પણ જામનગર એપીએમસીની વાટ પકડી હતી. આજે કુલ ૯૪૦૦ ગુણીની ખરીદી થઇ હતી જેમાં રૂપિયા ૮૦૦ થી માંડી મહતમ ભાવ રૂપિયા ૧૩૩૦ બોલાયો હતો. જે ગત સપ્તાહના ૧૪૮૦ની સાંપેક્ષમાં રૂપિયા ૧૫૦ ઓછો છે.

NO COMMENTS