ફરજબંદી : કોરોનાકાળમાં સુરક્ષા સાથે માનવતા દાખવતા X-આર્મીમેન સિક્યુરીટી ગાર્ડસ, આવી રીતે દાખવી માનવતા

હોસ્પિટલ પરિસર આર્મી કેમ્પ બની ગયું હોય એવો માહોલ, દર્દીઓના ૨૮૬ સોનાચાંદીના દાગીના, ૧.૪૬ લાખની રોકડ અને ૨૭૮ મોબાઈલ પરત કર્યા

0
551

જામનગર : ભારતીય સેના-આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ ૪૮ નિવૃત સૈનિકો જામનગરની ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ચુસ્ત ફરજ રાઉન્ડ ધ કલોક(૨૪ કલાક) ત્રણ સિફટમાં બજાવી રહયા છે. એક મીની આર્મીના મથક જેવો માહોલ કોવિડ હોસ્પિટલ કેમ્પસનો બની ગયો છે.

સિકયુરીટી ગાર્ડ કમ એકસ આર્મીમેનના માધ્યમથી કોરોનામાં મૃત્યુ પામેલા ૨૭પ દર્દીઓનો ૩પ લાખથી પણ વધુ કિંમતોનો માલસામાન-રોકડ કોરોનાના દર્દીઓના સગા-સબંધીઓને પહોંચાડયો છે. જેમાં ૧.૪૬ લાખની રોકડ રકમ, ૪ર સોનાની વીંટી, ૬પ સોનાની બુટી, પ૩ સોનાના દાણા, પ સોનાના ચેન, ૭૩ સોનાની બંગડી, ૪૮ ચાંદીના વિવિધ દાગીના, ૧૨૩ એન્ડ્રોઇડ મોબાઇલ, ૧પપ સાદા મોબાઇલનો સમાવેશ થતો હોવાનું સિકયુરિટી ગાર્ડ નાથાભાઇ માડમે જણાવ્યું હતું.

સિકયુરીટી સુપરવાઇઝર કમ એકસ આર્મીમેન સજુભા જાડેજા કહે છે કે અમે આર્મીમાં કામ કરીને આવ્યા છીએ. એટલે સલામતી તો અમારી પ્રાથમિકતા હોય જ. સાથો સાથ અમે આગની સભંવિત દૂર્ધટનાને પહોંચી વળવા અને દર્દીઓને કેમ બચાવવા તેની તાલીમ સ્ટાફને આપીએ છીએ. આપતિ વ્યવસ્થાપન માટે સ્ટાફને તૈયાર કરીએ છીએ.

સિકયુરીટી સુપરવાઇઝર કમ એકસ આર્મીમેન ખોડાભાઇ પટેલ કહે છે કે અમે કોવિડ હોસ્પિટલના આ પ્રતિબંધિત વિસ્તારમાં સ્ટાફ અને દર્દી સિવાય કોઇને પણ પ્રવેશવા દેતા નથી. ચુસ્ત નજર સલામતીની વ્યવસ્થા ઉપર રાખવામાં આવે છે. દર્દીઓના ઘરેથી આવતા ટીફીનને પણ સલામત રીતે અંદર લાવવામાં આવે છે.  અન્ય એક સુપરવાઇઝર અન્સારી શમસેર અલી પણ કહે છે કે રાષ્ટ્રપ્રેમ સાથે અમે મા ભારતીની સેવા કરી છે અને હવે અમે આ હોસ્પિટલના માનવ મંદિરમાં માનવદર્દીઓની સેવા કરી રહયાનો સંતોષ મેળવી રહયા છીએ.

આલેખન : પારુલ આડેસરા, સીનીયર સબ એડિટર, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here