જામનગર અપડેટ્સ : દક્ષિણ-પૂર્વ એશિયાના અરબી સમુદ્રમાંથી ઉદભવેલ ‘તૌકતે’ વાવાઝોડાએ ગુજરાત અને મહારાષ્ટ્રના સાગર કિનારે તબાહી મચાવી છે ત્યાં જ બંગાળની ખાડીમાં આવતી કાલથી લો પ્રેસર સાયકલોનમાં તબદીલ થઇ ઓડીસાપ બંગાળના કિનારે ત્રાટકશે તેવી હવામાન વિભાગની આગાહી કરી છે. યાસ નામના આ વાવાઝોડું તબાહી મચાવે તે પૂવે દેશના છ રાજ્યોમાં એલર્ટ જાહેર કરી તમામ એજન્સીઓ ડીઝાસ્ટરની તૈયારી કરવામાં વ્યસ્ત છે.
કયા દિવસે લેન્ડફોલ કરશે યાસ ??
આવતીકાલથી બંગાળની ખાડીમાં લો પ્રેશર ચક્રવાતનું રૂપ ધારણ કરશે એવી આઈએમડીએ આગાહી કરી છે. આ ચક્રવાત ધીરે ધીરે પ્રચંડ બની ભારતના દક્ષીણ-પૂર્વના રાજ્યો તરફ આગળ વધશે. હવામાન વિભાગની આગાહીને માની લેવામાં આવે તો 22 મે ના રોજ બંગાળની ખાડીના પૂર્વીય મધ્ય ભાગ પર નીચા દબાણવાળા ભાગ પરથી ઉદભવ થશે. જે ધીરે ધીરે ચક્રવાતમાં ફેરવાઈ જશે અને ચાર દિવસ બાદ એટલે કે તા. ૨૬મીના રોજ ઓરિસ્સા-પશ્ચિમ બંગાળના દરિયા કાંઠેથી યાસ ત્રાટકશે. જેને લઈને ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ સહિત છ રાજયોને સચેત કરી તમામ બચાવ એજન્સીઓને કામે લગાડી દેવામાં આવી છે. કોસ્ટગાર દ્વારા બંગાળની ખાડીમાં માછીમારી કરતી બોટને હેલીકોપ્ટર અને બોટ દ્વારા માઈક સાથે પરત ફરવા સુચના આપી રહ્યા છે.
યાસ નામ ઓમાને આપ્યું, અર્થ થાય છે આવો….
આ વાવાઝોડાનું નું નામ યાસ રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં તબાહી મચાવનાર તૌક્તેએ તબાહી મચાવી તે તૌક્તે નામ મ્યાનમારે રાખ્યું હતું. ત્યારબાદ જે વાવાઝોડું ઉદભવે તેનું નામ ક્રમ અનુસાર ઓમાન દેશ નામ આપશે. ઓમાને આ સાયક્લોનનું નામ યાસ રાખ્યું છે. યાસ એક ઓમાનમાં ઉગતું સુગંધિત વૃક્ષ છે. યાસનો અર્થ થાય છે સુગંધ આપતું વૃક્ષ, હવે પછી અરબી સમુદ્રમાં જે વાવાઝોડું ઉદભવશે તેનું નામ પાકીસ્તાન આપશે અને તેનું નામ ગુલાબ રાખવામાં આવશે.