જામનગર : આણંદ ખાતે રહેતા અને રલર આર સેલમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીને એસીબી પોલીસે અધધ કહી શકાય એવી અડધા કરોડ રૂપિયાની લાંચ લેતા પકડી પાડ્યો છે. ફરિયાદીને કાકાના ખંભાત જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગોડાઉનના માલિકનું નામ નહિ દર્શાવવા માટે આર આર સેલના પોલીસ કર્મીએ 60 લાખની લાંચ માંગ્યા બાદ 50 લાખમાં સોદો ફાઇનલ થયો હતો.
આણંદ જિલ્લાના ખંભાત ખાતે તાજેતરમાં જીઆઇડીસી વિસ્તારમાં આર આર સેલ પોલીસ દ્વારા રેડ પાડવામાં હતી. જેને લઈને
પોતાના કાકાનું નામ નહીં નાખવા બાબતે ગોડાઉન ધારકના ભત્રીજાએ આર આર સેલમાં વાતચીત કરી, પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલ (એ.એસ. આઈ , નોકરી. આર આર સેલ અમદાવાદ)ને વાત કરી હતી. જેના બદલામાં આ પોલીસકર્મીએ પ્રથમ 60 લાખ રૂપિયાની લાચની માંગણી કરેલ અને રકઝકના અંતે ૫૦ લાખ રૂપિયા આપવાનું નક્કી થયેલ, જે નાણાં તારીખ 31/12 /2020 ના રોજ બપોરે બે વાગ્યે આપવાનો વાયદો હતો, ફરિયાદી આ નાણા આપવા માંગતા ન હોય જેથી એસીબીની ની વડી કચેરીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદ આધારે એસ.એમ પટણી, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી.નજ ટીમે આણંદ ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું.
ગઈ કાલે રાત્રે સાડા નવેક વાગ્યે હેવમોર હોકો ઇટરી વિદ્યાનગર રોડ આણંદ ખાતે ગોઠવવામાં આવેલ લાંચના છટકામાં રૂપિયા 50 લાખની રકમ સ્વીકારતા કોન્સ્ટેબલ આબાદ પકડાઈ ગયો હતો.