જામનગર : નંદ વિદ્યાનિકેતન શાળાની વિદ્યાર્થીની કોરોના પોઝીટીવ

0
1795

જામનગરમાં કોરોનાએ ગતિ પકડતા શહેરમાં ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે ઢીંચડા રોડ પર આવેલ એસ્સાર કંપની સંચાલિત નંદ વિદ્યાનિકેતન શાળામાં અભ્યાસ કરતી ધો.6ની એક વિદ્યાર્થીની પોઝીટીવ આવતા શાળા સંકુલ અને આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વાલીઓમાં હડકંપ મચી ગયો છે. શાળા અને આરોગ્ય તંત્રએ વિદ્યાર્થીનીના સંપર્કમાં આવેલ શિક્ષક ઉપરાંત વિદ્યાર્થીઓ સહિત 100 જેટલા વ્યકિતઓના ટેસ્ટ કર્યા છે. શાળામાં કોરોના પોઝીટીવ વિદ્યાર્થી આવતા જ સંચાલન મંડળે શાળાને એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.શાળા આચાર્ય રાધા શ્યામ પાંડાના જણાવ્યા અનુસાર એક સપ્તાહ પૂર્વે સામે આવેલ કેસને લઈને અને બોર્ડની એક્ઝામને લઈને એક સપ્તાહથી શાળા બંધ છે જે પખવાડિયા સુધી રહેશે. આ ઉપરાંત પાંચ શિક્ષકો અને ૩૦ વિદ્યાર્થીઓના આરટીપીસીઆર ટેસ્ટ પણ નેગેટીવ આવ્યા છે.


જામનગરમાં હાલ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના ત્રણ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે સાથે સાથે કોરોનાના દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થતો જાય છે ત્યારે જામનગરમાં ચિંતા પ્રસરી છે. જયપુર ખાતે ઉદ્યોગપતિ પરિવારના પુત્રના લગ્નમાં સહભાગી બનેલા પરિવાર સહિતનાઓ પરત આવ્યા બાદ શહેરમાં કોરોના વધુ તીવ્ર ગતિથી વકર્યો છે. છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના 38 દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર ઉંધામાથે થયું છે. આવી સ્થિતિ વચ્ચે શનિવારે ઢિંચડા રોડ પર આવેલ નંદવિદ્યા નીકેતન શાળામાં ધો.6માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને લક્ષ્ણો જણાતા તેના પરિવારજનોએ જ કોવિડ પરીક્ષણ કરાવ્યું હતું જેમાં તેનો રિર્પોટ પોઝીટીવ આવતા શાળાને જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીની પોઝીટીવ આવ્યાના પગલે શાળા પરિસર અને વાલીઓમાં હડકંપ મચી ગયો હતો. આ વિદ્યાર્થીનીના સંપર્કમાં આવેલા ધો.6 ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ સહિતના 100 જેટલા વ્યકિતઓના તાબડતોબ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ નેગેટીવ આવતા થોડી ધરપત થઇ છે. શાળામાં આવેલા કોવિડ પોઝીટીવ દર્દીને લઇને શાળા સંચાલકોએ શાળાને આજથી એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તો બીજી તરફ શહેર આરોગ્ય તંત્રએ જે વિદ્યાર્થીની પોઝીટીવ જાહેર થઇ છે તે વિસ્તારમાં સઘન મેડીકલ પરીક્ષણ શરૂ કર્યુ છે. આજ સવારથી જ આ વિસ્તારમાં મેડીકલ ટીમો દ્વારા ડોર ટુ ડોર ચિકિત્સા સર્વે હાથ ધરવામાં આવી છે.

શાળા આચાર્ય રાધા શ્યામ પાંડાના જણાવ્યા અનુસાર એક સપ્તાહ પૂર્વે સામે આવેલ કેસને લઈને અને બોર્ડની એક્ઝામને લઈને એક સપ્તાહથી શાળા બંધ છે જે પખવાડિયા સુધી રહેશે. આ ઉપરાંત પાંચ શિક્ષકો અને ૩૦ વિદ્યાર્થીઓના આરટીપીસીઆર ટેસ્ટ પણ નેગેટીવ આવ્યા છે. ડોક્ટર પરિવારની વિદ્યાર્થીની પોજીટીવ આવી છે જેના વાલીઓ પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. જેઓની જયપુર ખાતે લગ્ન પ્રસંગ પૂર્ણ કરી અહી આવ્યા હોવાની હકીકત જાણવા મળી છે.

NO COMMENTS