કોરોના અપડેટ્સ : કોરોનાકાળનો સૌથી વિકરાળ દિવસ, ૨૪ કલાકમાં૧૧ મોત, વધુ ૧૦૩ નવા દર્દીઓ

0
617

જામનગર : જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનું વિકરાળરૂપ સામે આવતું જાય છે. આજે કોરોના કાળના ઈતિહાસનો સૌથી વિકરાળ દિવસ સાબિત થયો છે. આજે બપોર સુધીના પુરા થતા ૨૪ કલાકના ગાળામાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી ૧૨ દર્દીઓએ દમ તોડી દીધો છે. જયારે શહેર-જિલ્લામાં વધુ ૧૦૩ દર્દીઓ નવા નોંધાયા છે.

જામનગર શહેરમાં કોરોનાનો વિકરાળ ચહેરો સામે આવ્યો છે. આજે જામનગર શહેરમાં ૧૦૦૬ શકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૮૯ દર્દીઓ પોજીટીવ જાહેર થયા હતા. જે કોરોનાકાળનો સૌથી વરવું ચિત્ર છે. બીજી તરફ બપોર સુધીના ૨૪ કલાકના ગાળા દરમિયાન આજે શહેરની કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી ૧૧ દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. જો કે આ ૧૧ પૈકી એક પણ મોત કોરોનાના કારણે થયું નથી એવી પણ તંત્રએ મેડીકલ રીપોર્ટમાં મૃત્યાક શૂન્ય દર્શાવી સતાવાર જાહેરાત કરી છે.

બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી જ સ્થિત જોવા મળી હતી. આજે ગ્રામ્યમાં  ૧૦૧૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમના ૧૪ દર્દીઓ પોજીટીવ  જાહેર થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં ૨૫૧૬૭ સેમ્પ્લ લેવામાં આવ્યા છે. જેમાં ૨૦૭૧ દર્દીઓ પોજીટીવ જાહેર થયા છે.

NO COMMENTS