કોરોના અપડેટ્સ : મૃત્યાંકમાં ફરી ઉછાળો, સલાયાની મહિલાનો મૃતદેહ બદલાઈ જતા હોબાળો

0
779

જામનગર અપડેટ્સ :  જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ મામલે મૃત્યુના દરમાં આજે ફરી વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ની સારવાર લઈ રહેલા ૫૩ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે કોરોના ના કેસ મામલે આજે નવમાં દિવસે પણ રાહતના સમાચાર જોવા મળ્યા છે અને દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. જામનગર શહેરના ૨૧૨ અને ગ્રામ્યના ૧૦૭ સહિત ૩૧૯ પોઝિટિવ કેસ નોંધાયા છે જેની સામે જામનગર શહેરના ૩૦૫ અને ગ્રામ્યના ૨૧૨ મળી એકીસાથે ૫૧૭ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી કોરોના મામલે આજે પણ  ઘણી રાહત જોવા મળી છે. બીજી તરફ જીજી હોસ્પિટલમાં દાખલ સલાયાના એક મહિલાના મૃત્યુ બાદ આ મહિલાના દેહને બદલે અન્ય સ્ત્રીનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવતા હોબાળો થયો હતો.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૨૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતાં જેમા થોડી બ્રેક લાગી હતી, પરંતું આજે તેમાં વધારો થયો છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૬.૩૨ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.જામનગર જિલ્લામાં  ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૫૩ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૪,૦૪૪ નો થયો છે. ઉપરાંત કોરોના ના કેસો માં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૨૧૨ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૦,૪૨૯ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૧૦૭ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૧,૪૧૭ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૩,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૩૩,૦૫૩ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર ફરી વધ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૪,૦૪૪ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૦૫ અને ગ્રામ્યના ૨૧૨ મળી ૫૧૭ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાના વધેલ મૃત્યાંક વચ્ચે આજે સલાયાના મૃત્યુ પામેલ એક મહિલા દર્દીના મૃતદેહને બદલે અન્ય સ્ત્રીનો મૃતદેહ મોકલી દેવામાં આવ્યો હતો. જેને લઈને ભારે હોબાળો સર્જાયો હતો. આરોગ્ય તંત્રની બેદરકારીના આ ગંભીર નમુનાને લઈને બંને પરિવારમાં રોષ ફેલાયો હતો. આમ કેમ બન્યું એ તંત્રની તપાસનો વિષય બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here