કોરોના અપડેટ : વળતા પાણી, આજે મૃત્યુદરમાં વધુ ઘટાડો નોંધાયો

0
1074

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ મામલે મૃત્યુ ના દરમાં ધરખમ ઘટાડો થયો છે. અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ની સારવાર લઈ રહેલા ૩૩ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે કોરોના ના કેસ મામલે આજે ૧૧માં દિવસે પણ રાહતના સમાચાર જોવા મળ્યા છે, અને દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. જામનગર શહેરના ૧૭૨ અને ગ્રામ્યના ૭૩ સહિત ૨૪૫ પોઝિટિવ કેસ નોંધાયા છે જેની સામે જામનગર શહેરના ૩૪૫ અને ગ્રામ્યના ૯૭ મળી એકીસાથે ૪૪૨ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી કોરોના મામલે આજે પણ ઘણી રાહત જોવા મળી છે.
જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૨૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતાં જેમા હવે બ્રેક લાગી છે અને આજે વધુ ઘટાડો થયો છે.


જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૬.૩૭ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૩૩ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૪,૧૭૯ નો થયો છે. ઉપરાંત કોરોના ના કેસો માં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૧૭૨ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૦,૭૯૩ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૭૩ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૧,૫૮૧ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૩,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૩૩,૫૭૨ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર વધુ ઘટ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૪,૧૭૯ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૪૫ અને ગ્રામ્યના ૯૭ મળી ૪૪૨ દર્દીઓને રજા આપવામાં આવી છે.

NO COMMENTS