કોરોના અપડેટ : નવા કેસમાં ધટાડો યથાવત, ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા બમણી

0
663

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લામાં આખરે કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે, અને ગઇકાલે મૃત્યુનો દર પણ ઘટયો હતો.અને ૧૪ ના મૃત્યુ થયા હતા, જે આજે પણ યથાવત છે, અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલા ૧૪ દર્દીઓના મૃત્યુ થયાછે. જોકે કોરોના ના કેસ મામલે આજે વધુ રાહતના સમાચાર જોવા મળ્યા છે, અને દાખલ થનારા દર્દીઓનો આંકડો ડબલ ડિજિટ માં આવી ગયો છે. ઉપરાંત દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા બમણી થઈ છે. જામનગર શહેરના ૩૫ અને ગ્રામ્યના ૩૧ સહિત ૬૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે જામનગર શહેરના ૬૧ અને ગ્રામ્યના ૫૪ મળી એકીસાથે ૧૧૫ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી કોરોના નો પ્રકોપ ખુબજ ઘટતો જોવા મળી છે.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૧ કલાકે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતા, જેમા હવે રાહત જોવા મળી છે. સમગ્ર જીલ્લા માં આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૬.૬૨ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૧૪ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૪,૩૮૩ નો થયો છે. ઉપરાંત કોરોના ના કેસો માં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે,અને ત્રણ ડીઝીટ માંથી ડબલ ડીઝીટ માં આવી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૫ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૧,૬૫૭ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૩૧ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૨,૧૬૨ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૫,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૩૫,૦૨૭ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર થોડો યથાવત રહ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૪,૩૮૩ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૬૧ અને ગ્રામ્યના ૫૪ મળી ૧૧૫ દર્દીઓને રજા આપવામાં આવી છે.

NO COMMENTS