કોરોના ફરી બેકાબુ, એક જ દી’માં ચારના મોત, બે રાજકીય અગ્રણી પણ કોરોનાગ્રસ્ત

0
625

જામનગર : શહેર સહીત જીલ્લામાં કોરોનાંનું બહામણું ચિત્ર સામે આવી રહ્યું છે. જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી જે ગતિથી કોરોનાના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે એ જ ગતીથી કોવિડ હોસ્પિટલમાંથી મોત આકડો પણ એટલો જ બિહામણો બની રહ્યો છે. આજે કોવિડ હોસ્પિટલમાં ભરતી થઇ સારવાર લઇ રહેલા ચાર દર્દીઓના મૃત્યુ નીપજયા છે.

સમાવેશજામનગરમાં કોરોનાએ જેટ ગતિ પકડતા વધુ એક વખત ચિંતાનાં વાદળો ઉભરી આવ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં દિવસેને દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થઇ  રહ્યો છે. વહીવટી તંત્ર લોકોને સુફિયાણી સલાહો આપવામાં વ્યસ્ત થયું છે. તો બીજી તરફ કોરોનાની ગતિ ચિંતાનો વિષય બની છે. ગઈ કાલે શહેર અને ગ્રામ્યમાંથી સામે આવેલ ૩૬ દર્દીઓ બાદ આજે પણ એજ ગતિએ 44 દર્દીઓ નોંધાયા છે.જેમાં 24 શહેરના અને 20 ગ્રામીણ દર્દીઓનો સમાવેશ થાય છે. બીજી તરફ ચિંતાની બાબત એ છે કે આજે કોવિડ હોસ્પિટલમાં  સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી ચાર દર્દીઓના મૃત્યુ નીપજયા  છે.આ દર્દીઓમાં જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય બ્રીજરાજ સિંહ જાડેજા અને જીલ્લા પંચાયતના ઉપ પ્રમુખ નયનાબેન પરમાર પણ કોરોનાગ્રસ્ત બન્યા છે.

NO COMMENTS