કોરોના કોહરામ : આજે રેકોર્ડ બ્રેક 607 દર્દીઓ નોંધાયા, મૃતયાંક પણ ત્રણ આકડામાં

0
929

જામનગર : જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે અને છેલ્લા ૩ દિવસ થી કોરોના નુ ભયાનક રૂપ જોવા મળ્યા પછી આજે પણ કોરોનાની ભયજનક સ્થિતી યથાવત જોવા મળી રહીં છે. અને કોરોના ના દર્દીઓ ના મૃત્યુનો આંકડો આજે પણ ૧૦૨ થી ઉપર જ રહયો હોવાથી ભારે હાહાકાર મચી ગયો છે. એટલું જ માત્ર નહીં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આજે ૧૩માં દિવસે નવા રેકોર્ડ સાથે ૬૦૦ના આંકને પણ વટાવી ગયો છે. જામનગર શહેરના ૩૫૪ પોઝિટિવ કેસ નોંધાયા છે, ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ત્રીજા દિવસે કોરોનાનો આંકડો ૨૫૦ ને પાર પહોંચ્યો છે. અને ૨૫૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી સમગ્ર જિલ્લામાં કોરોના નો વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે, અને લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જયારે શહેરના ૧૨૫ અને ગ્રામ્યના ૨૦૦ સહિત ૩૨૫ દર્દીઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.


જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ છે. કોરોનાની સારવાર દરમિયાન દર ૧૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં ટપોટપ મૃત્યુ પામી રહયા છે. જામનગર શહેરમાં કોરોનાનાં કેસ આંકડો આજે સાડા ત્રણસો ને પાર પહોંચ્યો છે. અને ૩૫૪ કેસ નોંધાયા છે, તેમજ ગ્રામ્ય નો આંકડો આજે ૨૫૦ ને પાર કરી ગયો છે, અને ૨૫૩ પોઝિટિવ કેસ નોંધાતાં વહીવટી તંત્ર ચિંતામા મુકાયું છે.
જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં સાડા પાંચ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં વધુ ૧૦૨ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૨,૧૭૧ નો થયો છે.
સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૫૪ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૨,૨૭૨ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૨૫૩ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૫,૩૦૪ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં ૧૭,૭૮૪ લોકો કોરોના સંક્રમિત થયા છે.
ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૧૨૫ અને ગ્રામ્યના ૨૦૦ મળી ૩૨૫ દર્દીઓને રજા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here