જામનગર જિલ્લામાં સાપ્તાહિક કોરોના બૉમ્બ : દર્દીઓ ૧૦૦ની નજીક

જામનગર શહેરમાં વધુ ત્રણ યુવાનોને કોરોના : રણજિત રોડ, શંકર ટેકરી, મણિયાર શેરીના યુવાનને જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ જીજી હોસ્પિટલમાં ૩૨ દર્દીઓ સારવાર હેઠળ છે.

0
774

જામનગર : જામનગર જીલ્લામાં છેલ્લા એક જ સપ્તાહમાં કોરોના વિસ્ફોટ થયો છે. માર્ચથી શરુ થયેલ કોરોના પોજીટીવ દર્દીઓનો સિલસિલો હવે ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં તો રીતસરનો વિસ્ફોટ થયો હોય તેમ દર્દીઓનો સતત વધારો થઇ રહ્યો છે.

જામનગર જીલ્લાના તમામ દર્દીઓનોના નમૂનાઓનું પરીક્ષણ જીજી હોસ્પિટલમાં જ થાય છે. જામનગર ઉપરાંત પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જીલ્લાના દર્દીઓનું પરીક્ષણ પણ અહી જ થાય છે. જો કે વાત જામનગરની કરવામાં આવે તો જામનગર જલ્લામાં છેલ્લા બે મહિનાથી કોરોનાના દર્દીઓમાં સતત વધી રહ્યા છે. જેમાં મોટા ભાગના દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

જીલ્લામાં આજ દિવસ સુધીમાં કુલ ૯૬ દર્દીઓનો નોંધાયા છે. જેમાં ત્રીજા ભાગના દર્દીઓ છેલ્લા એક સપ્તાહમાં સામે આવ્યા છે. ગત તા. ૧૦મીના રોજ બે, તા. ૧૧મીના રોજ ચાર કેસ, તા. ૧૨મીના રોજ બે, તા. ૧૩મીના રોજ ત્રણ, તા. ૧૪મીના રોજ આંઠ , તા. ૧૫મીના રોજ છ અને તા. ૧૬મીના રોજ છ કેસ અને આજે રોજ વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાતા છેલ્લા એક સપ્તાહમાં કુલ ૩૨ દર્દીઓ નોંધાયા છે. જે એક દિવસમાં ચાર-પાંચ દર્દીઓ સૂચવે છે.

આ અકળામાં સતત વધારો જ થતો જાય છે. અત્યાર સુધીમાં ૯૫ દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓ (બાળ દર્દીઓ)ના મૃત્યુ નીપજ્યા છે. વહીવટી તંત્ર હજુ પણ લોકલ સંક્રમણ પીરીયડનો ભલે નનૈયો ભણતું હોય પણ છેલ્લા એક સપ્તાહના કેસ પૈકી નવ કેસ લોકલ સંક્રમનણ તરફ ઇસારો કરી રહ્યા છે. આ દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી છતાં તેઓનો રીપોર્ટ પોજીટીવ સામે આવ્યો છે.

NO COMMENTS