કોરોના વધુ સશક્ત બન્યો, જામનગરમાં ત્રીજા પત્રકાર કોરોનાગ્રસ્ત

0
624

જામનગર : જામનગરમાં કોરોનાના દર્દીઓમાં સતત થઇ રહેલો વધારો ચિંતાનો વિષય તો બન્યો જ છે સાથે સાથે વિકરાળ રૂપ પણ ધારણ કરી રહ્યો છે. આજે બપોર બાદ વધુ અગ્યાર પોજીટીવ દર્દીઓ નોંધાયા છે જેમાં એક પત્રકારનો પણ સમાવેશ થાય છે. દર્દીઓની સાથે મૃતકોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે.

જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે. દિવસેને દિવસે કોરોનાં વાયરસ વધુ ફેલાતો હોય તેમ વધુ ને વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. આજે વધુ સાત દર્દીઓ નોંધાયા છે. શહેરમાંથી જુદા  જુદા વિસ્તારમાંથી સામે આવેલ દર્દીઓમાં છે. મેડીકલ કેમ્પસમાં જ રહેતા જયશ્રીબેન કારાણી, તેના છ વર્ષીય પુત્ર સ્વરૂપ, વાણીયાવાડમાં રહેતા જતીન બુસાણી ઉવ ૪૮, ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉવ ૪૮, કિશન મલ્હોત્રા ઉવ ૭૮ રે, જોગ્સ પાર્ક, કપિલ નાકર ઉવ ૨૬ રે, સાત રસ્તા, રાકેશ રાઠોડ ઉવ ૨૭, વિજય તીર્થાણી ૫૮ દિગ્વિજય પ્લોટ, મિતેશ ઘેટિયા ઉવ ૪૦ બુંદા, નિર્મલાબેન ઢાકેયા, ઉવ ૫૯ ૩૯, દિગ્વિજય પ્લોટ, જયશ્રીબેન ભાવેશભાઈ કારાણી ઉવ ૩૦ આ ઉપરાંત મીડિયા જગતમાટે વધુ એક વખત કોવિડ હોસ્પીટલે માઠા સમાચાર આપ્યા છે. જગત રાવલ, કિંજલ કારસરિયા બાદ એબીપી અસ્મિતા સાથે જોડાયેલ રવિ બુદ્ધદેવનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે. પત્રકાર રવી બુદ્ધદેવ સાથે થયેલ ટેલીફોનીક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે માઈલ્ડ કોરોના છે, ગઈ કાલે નમુના લેવાયા પછી તબિયતમાં સુધારો થતો જાય છે. સાથે સાથે તેઓએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે કોઈ કામસર જ બહાર નીકળજો અને ઘરમાં રહી સુરક્ષિત રહેજો, જો કે તેઓને ક્યાંથી સંક્રમણ લાગુ પડ્યું એ નક્કી કરવું અઘરું છે. કારણ કે મીડિયામેન તરીકેની ફરજમાં સતત બહાર રહેવાનું હોય છે.

NO COMMENTS