કોરોના : 151 નવા દર્દીઓ, 12ના મોત, રાત્રે 8થી સવાર સુધી કરફ્યૂ

0
499

જામનગર : જામનગર સહિત જિલ્લાભરમાં કોરોનાએ માઝા મૂકી છે. નવા સ્ટ્રેન્ડ સહિતના 151 દર્દીઓ નવા નોંધાયા છે. જેમાં 4 કેદી, 3 વકીલ, 2 ડોકટર, 8 આરોગ્યકર્મીનો સમાવેશ થાય છે. સતત વધતા કોરોનાનો લઈને હાઇકોર્ટે સરકારને ટકોર કરતા સરકારે જામનગર સહિત 20 શહેરોમાં રાત્રી કરફ્યૂ જાહેર કર્યો છે.

જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 151 દર્દીઓ નોંધાયા છે. જેમાં શહેરમાં 65 અને ગ્રામ્ય વિસ્તારમાં 86 દર્દીઓનો સમાવેશ થાય છે. હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં 1200માંથી 650 ઉપરાંત બેડ દર્દીઓથી ભરાઈ ચુકી છે. જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે એ જોતાં બે-ચાર દિવસમાં 1200 બેડ પૂર્ણ થઈ જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે આ વખતે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. સતત વધતા જતા દર્દીઓના પ્રમાણને લઈને ખાનગી હોસ્પિટલ એકવાયર્ડ કરવા પણ તંત્ર કાર્યવાહી કરશે. જ્યારે હાઇકોર્ટે પણ ગઈ કાલે સરકારને ટકોર કરી હતી. જેને લઈને સરકારે મોડી રાત્રે જામનગર શહેર સહિત 20 શહેરોમાંઓમાં રાત્રે આઠ થી સવારે છ વાગ્યા સુધી કરફ્યૂ અમલમાં મુકવાની તૈયારી દર્શાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here