દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ખંભાલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગતરાત્રિથી વહેલી સવારે સાંબેલાધાર વરસાદને લઈને પાણી પાણી થયું છે, બન્ને તાલુકાના બેરાજા, હાબરડી, દાત્રાણા, આસોટા સહિતના ગામડાઓમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડી જતા નદીઓ બે કાંઠે થઈ હતી.બેરાજા નજીકના કોઝવે પરથી ઘસમસતુ પુર એક ગાયને તાણી ગયું હતું જોકે સત્તાવાર રીતે કલ્યાણપુર તાલુકા મથકે બે ઇંચ વરસાદ થયો છે.
આ વખતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ થયા છે શરૂઆતથી જ તોફાની બેટિંગ કરી સમગ્ર પંથકને પાણી-પાણી કર્યો છે. ગઈકાલે મૂડી રાત્રે તાલુકાના બેરાજા દાત્રાણા હાબરડી આસોટા સહિતના ગામડાઓમાં મેઘરા જાય તોફાની બેટિંગ કરી હતી. સામ્બેલાધાર વરસેલા વરસાદના કારણે છલકાયેલા નદીકાંઠા ફરી ઓગણીયા હતા તો નદીનાળા બે કાંઠે થયા હતા. બેરાજા ગામે અનરાધાર ચાર થી પાંચ ઇંચ વરસાદ પડી જતા છેક સવારે 8:00 વાગ્યા સુધી કોઝવે બે કાંઠે થયો હતો જેને લઈને એક ગાય આ કોજવે એમના ખસમસ્તા પાણીમાં તણાઈ ગઈ હતી.
તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમમાં કલ્યાણપુર તાલુકા મથકે ૪૯ મીમી એટલે કે બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખંભાળિયા તાલુકા મથકે અડધો ઇન્ચ વરસાદ નોંધાયો છે. દ્વારકા અને ભાણવડમાં જાપટા પડ્યા છે. પરંતુ ગ્રામ્ય પત્રકમાં ગત મોડી રાત્રે ભારે વરસાદ પડતા જનજીવન અને પશુપાલન વર્ગ અસ્તવ્યસ્ત થયો હતો.
ભારે વરસાદને લઈને કલ્યાણપુર પંથકનો ગઢકડી ડેમ ઓવર ફલો થયો છે. જેને લઈને તંત્રએ સિદ્ધપુર અને ધુમથર ગ્રામ જનોને નદીના પટમાં અવરજવર નહી કરવા તાકીદ કરી છે.