જામનગર : રાજ્યસભાના ઈલેકશન પૂર્વે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ ભાજપનો પલ્લુ પકડી લેતા કોંગ્રેસ વધુ એક બેઠક હારી ગઈ હતી. આ ચુંટણી બાદ તમામ કોગ્રેસી ધારાસભ્યોનું ભાજપીકરણ થયું છે અને અમુક તો પેટા ચુંટણીની તૈયારીમાં પણ લાગી ગયા છે. કોગ્રેસમાંથી ભાજપમાં આવેલ કોંગી ધારાસભ્યોનો પ્રેમ હજુ કોંગ્રેસ તરફ વહી રહયો છે. જેના અવારનવાર ઉદાહરણો સામે આવી રહ્યા છે એવા સમયે આ આઠ પૈકીના મોરબીના પૂર્વ ધારાસભ્યએ આજે જાહેરમાં લોચો માર્યો હતો. જેને લઈને સીનીયર ભાજપના નેતાઓને પણ સરમનો અનુભવ થયો હતો.
આજે કોંગ્રેસ છોડી ભાજપમાં ભળી ગયેલ મોરબી જીલ્લાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આજે એક જાહેરમાં કાર્યક્રમમાં લોચો માર્યો હતો. આજે મોરબીમાં ભાજપમાં જોડાયેલ ધારાસભ્ય અને કાર્યકરો માટે સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવયુ હતું. જેંમાં બ્રિજેશ મેરજાનો કોગ્રેસનો અહોભાવ હજુ તેના મુખ સુધી આવી ગયો હતો. ભાષણબાજીમાં એવા તો અટવાઈ પડ્યા કે મેરજાને એ પણ યાદ ન રહ્યું કે તે અત્યારે ભાજપમાં છે. તેઓએ પોતાના સંબોધનમાં ભાજપના જીલ્લા પ્રમુખ ગડારાને જીલ્લા કોંગ્રેસ પ્રમુખથી સંબોધન કર્યું હતું. તો મીડિયા સાથેની વાતચીત દરમિયાન મેરજા બોલી ગયા હતા જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા વરાયેલ પ્રમુખ સી આર પાટીલ અને વિજયભાઈની આગેવાની હેઠળ…….આ સમયે તેની બાજુમાં જ રહેલા પક્ષના સીનીયર નેતા આઈ કે જાડેજા પણ ક્ષોભમાં મુકાઈ ગયા હતા. હાલ મોરબીમાં પેટા ચુંટણીની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે.