ખળભળાટ : ઓખામાં સરકારી જમીન પચાવી પાડી જેટી બનાવનાર આ અગ્રણી સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ

0
1018

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભાણવડમાં સરકારી બાલમંદિર વાળી જગ્યા પચાવી પાડવા સબબ બે મહિલાઓ સહિતના સખ્સો સામે નોંધાયેલ લેન્ડ ગ્રેબિંગ ધારાઓ મુજબની ફરિયાદ બાદ વધુ એક પ્રકરણ પોલીસ દફતરે નોંધાયું છે. ઓખા બંદરે ગેર કાયદે સરકારી જમીન પચાવી પાડી જેટી ઉભી કરનાર માંછીમાર સંસ્થાના પ્રમુખ સામે લેન્ડ ગ્રેબિંગ ધારાઓ મુજબ ફરિયાદ નોંધાઈ છે.

આ પ્રકરણની ઓખા મરીન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઓખા રેવન્યુ સર્વે નંબર ૨૨ મોજેની ઓખા પોર્ટના પુર્વ ભાગમા દરીયા કીનારે આવેલ સરકારી માલિકીની વિશાળ જગ્યા પર અહીના શ્રી સાગર માછીમાર મંડળી લીએ નજર દોડાવી કબજો જમાવી લીધો હતો. આ સંસ્થાના પ્રમુખ ઈસા ઇસાક સંઘારએ દસ વર્ષ પૃવે પુર્વ ભાગમા દરીયાકાંઠાની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો કરી, બાંધકામ કરી જેટી બનાવી ગેરકાયદેસર રીતે સરકારી જમીન પચાવી પાડી હતી. જેને લઈને તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ગેર કાયદે પેસ કદમી અને જેટી નિર્માણ થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ગઈ કાલે દ્વારકા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રાજુભાઇ કીશનભાઇ વસાવાએ સંસ્થા શ્રી સાગર માછીમાર મંડળી લી ઓખા ના પ્રમુખ ઇસા ઇસાક સંઘાર સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ અંતર્ગત કલમ ૩, ૪(૧), ૪(૨), ૪(૩), ૨(ઘ), ૨(ચ), ૨(છ), ૬(૧), ૬(૨) મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી. આ ફરિયાદના આધારે ડીવાયએસપી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી  છે.

NO COMMENTS