ચર્ચાસ્પદ ‘નીલ સીટી’ રિસોર્ટ કેમ ખોલ્યો ? પોલીસે નોંધી ફરિયાદ

0
674

રાજકોટ : રાજ્યસભાની ચુંટણી પૂર્વે સૌરાષ્ટ્રના રાજકોટનું નીલ સીટી રિસોર્ટ ચર્ચામાં આવ્યું છે. ધારાસભ્યોનું પતન થતું અટકાવવા કોંગ્રેસ દ્વારા લાગલગાટ પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ કોરોના સંક્રમણને ખાળવા માટે સરકાર દ્વારા પણ એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કોવીડ-૧૯ને લઈને ચાર-ચાર લોકડાઉનની અમલવારી કરાયા બાદ હવે અનલોક પીરીયડ શરુ થયો છે જેમાં અમુક બાબતે છૂટછાટ આપવામાં આવી રહી છે અને તબક્કાવાર છૂટછાટો આપવામાં આવી રહી છે. આવા સમયે રાજ્યસભાની ચુટણી પૂર્વે કોગ્રેસ દ્વારા પોતાના ધારાસભ્યોને એકત્ર કરવા જુદા જુદા સ્થળોએ પડાવો નાખ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના ૧૮ ધારાસભ્યોને રાજકોટના નીલ સીટી રિસોર્ટ ખાતે સલામતી આપવામાં આવી છે. જો કે હાલ રાજ્યમાં રિસોર્ટ ખોલવા પર પ્રતિબંધ છે ત્યારે આ રિસોર્ટ ધારાસભ્યો માટે કેમ ખોલી દેવામાં આવ્યો ? જેને લઈને રિસોર્ટના માલિક, મેનેજર સામેં યુનીવર્સીટી પોલીસે જાહેરનામાં ભંગ સબબ ગુનો નોંધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here